Gujarat

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલાની જૂની પેન્શન આ બાબતે રજૂઆત કરતા તાલુકા કોંગી પ્રમુખ મનિષ ભંડેરી

યોજના લાગુ કરવા બાબત…
જય ભારત સાથે જણાવવાનું કે, ઉપરોક્ત વિષય અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે સરકારી કર્મચારીઓ પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ જેટલો કિંમતી સમય પોતાની કેટલમાં આપે છે, તેમને નિવૃત્તિ બાદ આર્થિક આત્મનિર્ભરતાનો હકક છે, 1 જાન્યુઆરી ૨૦૪ પહેલા જેવો સરકારી નોકરીમાં જોડાયા હતા તેવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન ચુકવવામાં આવતું હતુ, આ પેન્શન તેમની સેવા પર આધારીત ન હતું, પરંતુ નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારીત હતું, આ યોજના ઐઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરીવારના સભ્યોને પણ પેન્શનની સુવિધાનો લાભ મળવા પાત્ર હતો. જેની મદદ થી સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના પરીવાર સાથે માનભેર જીવન નિર્વાસ કરવા માટે સક્ષમ હતા, પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૦૪ થી લાગુ કરવામાં આવેલ નવું પેન્શન યોજનામાં કર્મચારીના બેઝીક પગાર અને મોધવારી ભથ્થાની ૧૦ રકમ પગાર માંથી કાપા વિવિધ પેન્શન આધારીત ફંડમાં રોકાણ કરવામાં આવે છે, કર્મચારીની નિવૃત્તિ બાદ તમામ રકમ તથા રકમ ઉપર મળતું રીર્ટન ઉમેરી કર્મચારીઓને પેન્શન અપાય છે, આ ફંડ સરકાર જુદી જુદી સ્કીમમાં રોકાણ કરે છે, જે માર્કેટ ઉપર નિર્ભર છે જેનું કોઈ ભવિષ્ય નથી ઘણીવાર બજારમાં ઉથલ પાથલ થાય તો કર્મચારીઓના રોકાયેલ નાણાં ધોવાય જાય છે જે ખુબ જ ગંભીર બાબત છે આ નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે નજીવવું પેન્શન પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ગુજારો કરવો અઘરો બને છે, જે સરકારી કર્મચારી પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ પોતાની સેવા બજાવે તેને છેલ્લે જીવન નિર્વાહ માટે પેન્શન ના મળે તે કર્મચારીઓ માટે હળાહળ અન્યાય છે. જેથી સરકારી કર્મચારીઓના હિતમાં ૧ જાન્યુઆરી ૨૦૦૪ પહેલાની જુની પેન્શન યોજના તત્કાલ લાગુ કરાવવા માટે આપશ્રીને મારી અંગત ભલામણ સહ વિનંતી કરૂ છું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220215-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *