Gujarat

નડિયાદ ટાઉન પોલીસે ૧.૪૦ લાખનો દારૂ ઝડપી પાડ્યો

નડિયાદ
નડિયાદ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના બારકોસીયા રોડ પર અરબાઝ પાર્ક સોસાયટીથી થોડે આગળ ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. (જીજે ૩૧ ડી ૯૮૫૬)ને શંકાસ્પદ હાલતમાં જાેઈ હતી. બિનવારસી મળેલી આ કારમાં દારૂ હોવાની જાણ પોલીસના માણસોને થતા કારનો કાચ તોડી દરવાજાે ખોલી તપાસ આદરી હતી. આ દરમિયાન કારમાં પાછળની સીટ તથા ડેકીમાંથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતા ઈંગ્લીશ દારૂની નંગ ૨૦૪ તથા ક્વોટર નંગ ૨૪૦ મળી કુલ રૂપિયા ૧ લાખ ૪૦ હજાર ૪૦૦નો વિદેશી દારૂ કબજે કર્યો છે. સાથે સાથે ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂપિયા ૬ લાખ ૪૦ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર માલિકની શોધખોળ આદરી છે.ખેડા જિલ્લામાં દારૂની બદીઓ બેરોકટોક ધમધમી રહી છે. આની વચ્ચે નડિયાદ સિટીમાંથી શંકાસ્પદ બિનવારસી સ્વિફ્ટ કારમાંથી રૂ. ૧.૪૦ લાખનો ઈંગ્લીશ દારૂ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધી વિદેશી દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા ૬ લાખ ૪૦ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *