Gujarat

વિદેશ જવા પત્ની પાસે પૈસાની માંગણી કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ૨૮ વર્ષની એક મહિલાના ૨૦૧૮માં લગ્ન થયા હતા. મહિલાનો આક્ષેપ છે કે, લગ્નના સાત મહિના સુધી સાસરીયાએ તેને સારી રીતે રાખી હતી. જાેકે આ બાદ તેને ઘરકામ બાબતે અવાર-નવાર ટોણા મારતા. સાસુ વહુને કહેતી, તને રસોઈ બનાવતા આવડતું નથી અને કંઈ કામ આવડતું નથી, તારા મા-બાપે તને શું શીખવાડ્યું છે. આટલું જ નહીં નણંદ પણ ભાભીને ‘નોકરાણી’ કહીને બોલાવતી હતી. વર્ષ ૨૦૧૮માં પરિણીતા પ્રેગ્નેન્ટ થતા તે પિયર ગઈ હતી. જાેકે દીકરીના જન્મ બાદ સાસરીયાએ જીયાણાનો સામાન આપવા પર જ વહુને તેડી જવાની શરત મૂકી. સમાજના વડીલો દ્વારા આ મામલે ૨૦૧૯માં સમાધાન કરાવાયું હતું. એક વખત પતિને વિદેશમાં જવાનું હોવાથી પત્નીને પિયરમાંથી દહેજ પેટે રૂ.૧૦ લાખ લઈને આવવા માંગણી કરી હતી. જાેકે મહિલાના પિતા મજૂરી કામ કરતા હોવા તેણે પૈસા આપવાની ના પાડી હતી. થોડા સમય બાદ પતિએ વિદેશમાં જવા પત્નીની ધો. ૧૨ની પરીક્ષા અપાવી હતી, જેમાં તે નાપાસ થતા પતિએ અપશબ્દો કહીને, તું તો માથે પડેલી છે, કોઈ કામની નથી. કહીને તેની સાથે મારઝૂડ કરીને ઘરમાંથી દીકરી સાથે કાઢી મૂકી હતી. અનેક પ્રયાસો છતાં આ મામલે કોઈ સમાધાન નહોતું થઈ શક્યું. આ બાદ ૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિણીતાના પતિ, સાસુ તથા નણંદ ઘરે છૂટાછેડાના કાગળો લઈને ગયા અને તેમાં સહી ન કરવા પર એસિડ નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે પરિણીતાએ આ સમગ્ર મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ તથા નણંદ સહિતના સાસરીયા સામે દહેજની માગણી, જાનથી મારી નાખવાની ધમકી તથા માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.અમદાવાદ શહેરમાં દહેજ ભૂખ્યા સાસારીયાની પરિણીતા પર અત્યાચારની એક ઘટના સામે આવી છે. જે મુજબ પરિણીતા સાથે ઘરકામને લઈને અવાર-નવાર મેણાં ટોણાં મારીને મારપીટ કરવામાં આવતી હતી. આટલું જ નહીં ડિવોર્સ ન આપવા પર પતિ એસિડ એટેકની ધમકી આપતો હતો. બીજી બાજુ વિદેશ જવા માટે પરિણીતા પાસે દહેજની પણ સતત પૈસાની માગણી કરાતી હતી. જાેકે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પતિએ પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂક્યા. આખરે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *