મુંબઈ
અમિતાભ બચ્ચન ટ્વીટર પર સૌથી વઘુ સક્રિચ રહેતા સેલેબ્રિટીમાંના એક છે. તેમના લેટેસ્ટ ટિ્વટથી તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. અમિતાભ બચ્ચન એક મેગાસ્ટાર અને બોલિવુડમાં સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક ગણાય છે. છે. જાે કે, તેના લેટેસ્ટ ટ્વીટથી તેમના ચાહકો તેમની તબિયતને લઈને ચિંતિત છે. રવિવારે રાત્રે, તેમણે તેમના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર લખ્યું, ”્ ૪૨૦ – હાર્ટ પમ્પિંગ ચિંતિત અને આશા” આ ટિ્વટથી તેમના ચાહકો ચિંતિત છે. એક યુઝરે લખ્યું, ‘ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના’, જ્યારે બીજાએ લખ્યું, ‘બધું સારું છે. ચિંતા કરવાની જરુર નથી. સારી રીતે આરામ કરો. સારી રીતે સૂઈ જાઓ. આ રાતનો સમય છે.’ આગામી સમયમાં, ૭૯ વર્ષીય દિગ્ગજ અભિનેતા તેમની ફિલ્મ ઝુંડમાં જાેવા મળશે. નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા દિગ્દર્શિત અને નાગપુરની એનજીઓ સ્લમ સોકરના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત આગામી મૂવીમાં બિગ બી ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહયા છે. આ ફિલ્મ ઝુંડ સાથે, બિગ બી અને ફિલ્મ નિર્માતા મંજુલે સાથે તેમનું સૌપ્રથમ કોલાબરેશન છે. ફિલ્મ નિર્માતા મંજુલ સૈરાટ અને ફેન્ડ્રી જેવી નોંધપાત્ર મરાઠી ફિલ્મો માટે સુપ્રસિઘ્ઘ છે. આ ફિલ્મથી મંજુલે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઇ રહયા છે. ગીતો અને ટીઝર લોન્ચ કર્યા બાદ ફિલ્મ ઝુંડનું ટ્રેલર ગત બુધવારે રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં ફૂટબોલ કોચ તરીકે બિગ બીના પાત્રની ઝલક જાેવા મળી રહી છે, જેઓ વંચિત બાળકોને ફૂટબોલ ટીમ બનાવવા માટે ભેગા કરે છે. આ ફિલ્મમાં બિગ બીના પાત્રનો ઉદ્દેશ્ય સ્પોર્ટના મૂલ્યને પ્રેરિત કરવાનો અને વધુ સારી આવતીકાલ બનાવવાનો છે. આ ઉપરાંત, તેમની પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે અને તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી. તે હવે રનવે ૩૪, બ્રહ્માસ્ત્ર, ગુડબાય, ઉયર્ન્ધા મનિથન, ઉંચાઈ, પ્રોજેક્ટ કે અને બટરફ્લાયમાં પણ જાેવા મળશે.


