Gujarat

ખેરાલુમાં મહિલાઓ અન્ય મહિલાઓ સાથે મારામારી કરતા ફરિયાદ

મહેસાણા
ખેરાલુના બલોચ વાસમાં સામાન્ય વાતના મુદ્દે મહિલાઓ પર અન્ય બે મહિલાઓ દ્વારા હુમલો કર્યાનો મામલો ખેરાલુ પોલીસ મથકમાં પહોંચ્યો છે. ખેરાલુના બલોચ વાસમાં રહેતા જાયદાબેન આબીદ ભાઈ સિંધીનું એક રહેણાંક મકાન છ મહિનાથી બંધ હોઇ આ મકાનમાં સફાઈ અને અન્ય વસ્તુઓ લેવા ત્યાં આવતા ત્યાં રહેતી મહિલાઓ ગુલામમસદ સલીમભાઈ સિંધી અને રૂબીનાબેન ઇરફાનભાઈ સિંધીએ બોલાચાલી કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા મકાન સાફ કરવા આવેલી બે મહિલાઓને પડોશમાં રહેતી અન્ય બે મહિલાઓએ જૂની અદાવત રાખી લાકડીઓથી હુમલો કર્યો હતો. એ હુમલામાં મકાનની બારીના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા અને મહિલાઓને પણ ઇજા થઇ હતી. સમગ્ર મામલે ઇજા પામેલી મહિલાઓને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં હાલમાં ખેરાલુ પોલીસ મથકમાં જાયદાબેન સિંધીની ફરિયાદ આધારે ખેરાલુ પોલીસે બંને આરોપી મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *