વડોદરા
વડોદરાના વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારીની બદલીની વહેતી થયેલ અફવાના પગલે વાઘોડિયા ટાઊન સહિત આસપાસ ગ્રામજનોમા ભારે રોષ ફેલાયો હતો. જે રીતે ગેરકાયદેસર દબાણો જરોદ, ગોરજ અને વાઘોડિયામા દુર કરાયા છે. તેનાથી પ્રજા સંતુષ્ટ છે.વર્ષો જુની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નગરજનોએ રાજીખુશીથી પોતાની દુકાનો, ઓટલાઓ અને શટરો સહિત લારી- ગલ્લા દુર કર્યા હતા. વાઘોડિયા તાલુકામાં ચાલતી લાલીયાવાડી સદંતર બંઘ થઈ છે. તમામ કર્મચારીઓ સહિત તલાટીઓને કામગીરીનો રિપોર્ટ ફરજીઆત કરવો પડે છે. મહિલાઓના વિકાસ માટે જુદી-જુદી સંસ્થાઓ પાસે એમઓયુ કરાવી રોજગારીની તકો ઊભી કરેલી છે. નગરમાં સ્વચ્છતા પર ભાર મુકાયો છે. દારુના દુષણને નાથવા જરુરી પોલીસ વિભાગને સૂચનો કર્યા છે. ગ્રામ પંચાયતોમાં કરેલા તલાટી કમ મંત્રીઓના કૌભાંડોના મુળ સુઘી જવાનો પ્રયત્નો કર્યા છે. વાઘોડિયા સહિત તાલુકાના અનેક ગામો સ્માર્ટ બને તે માટે સરપંચો સાથે તાલમેલ યોજી વિકાસલક્ષી કામગીરીની સતત માહિતી આપી રહ્યા છે. સરકારી અઘિગ્રહણ કરેલી જમીન પરત મેળવી રહ્યા છે. તેવામાં મહિલા અઘિકારી કાજલબેન આંબલીયાની કામગીરી અમુક લોકોને આંખમા કાણાની જેમ ખૂચતા સરકારમાં ખોટી રજુઆત કરી બદલીના પ્રયાસો કરી રહ્યા છે. આવી અફવા ત્રણ દિવસથી નગરમાં ચૌરેને ચૌટે ફેલાતા તાલુકાની જનતાએ પાણી પહેલા પાળ બાંઘવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રંજનબેન ભટ્ટ, જીલ્લા કલેક્ટર, રાજ્ય પંચાયતમંત્રી , જીલ્લા વિકાસ અધિકારી, તમામ લોકોને મેઇલ કરી હજારોની સહીઓ સાથે આવેદન પત્રો ગ્રામજનોએ મોકલી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય અગાઉ પણ નોન કરપ્ટેડ ટીડીઓ બહેનની બદલી નહીં થાય તેવુ સ્પષ્ટ જાહેર મંચ પરથી કહી ચુક્યા છે. સાથે જ સરપંચો અને ગ્રામજનોને તેવોના વિકાસના કામોમા મદદરૂપ થવા હાંકલ કરી ભ્રષ્ટાચાર સહેજ પણ ચલાવી લેવાય નહીં તેવી વાત કરી હતી. જાેકે, લોકઅફવાએ ટીડીઓની બદલીનુ પડીકુ છુટતા લોકો નારાજ થયા હતા. ભાજપ સંગઠણ સહિત અનેક કાર્યકરો ખભેથીખભો મિલાવી તમામ દ્વેષભાવ ભુલી એક થયા છે. ૩૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર નોન કરપ્ટેડ ટીડીઓ વાઘોડિયાને મળ્યા તેવો તમામ જનતાને આનંદ છે. જાેકે હાલમા ચાલતા તલાટી કમ મંત્રી કૌભાંડ પ્રકરણમાં કૌભાંડીઓના પર્દાફાશ થતા તેવોની સાંઠગાંઠથી પડદા પાછળ રહી અન્ય અઘિકારીઓ તપાસને અસર પહોંચાડવા બદલી કરવાની હિલચાલ કરાતા હોવાની વાતોથી ઓનલાઈન આવેદન પત્ર હજારીની સહીઓ સાથે મેઇલ કરી દેવાયા હતા. છતાં પણ વાઘોડિયાને એક કર્તવ્ય નિષ્ઠ અને પ્રમાણિક તાલુકા વિકાસ અઘિકારી કાજલબેન આંબલીયા ગુમાવવા પડે નહીં તે માટે ગ્રામજનોએ બદલી થતી રોકવા વાઘોડિયા મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ.અને રજુઆત મુખ્યમંત્રી સુઘી પહોંચાડવા કરી અરજ કરી હતી. તાલુકા વિકાસ અઘિકારી તાલુકાનો વિકાસ કરવા સમર્થ હોવાનો ગ્રામજનોનોએ દાવો કર્યો હતો, છતા પણ કોઈપણ દબાણ વશ બદલી કરાશે તો ગ્રામજનોએ આવનાર ગ્રામ પંચાયત અને વિઘાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી આંદોલન કરવાની ચીમકી ઊચ્ચારી હતી. મહત્વની વાત છેકે બદલીની અફવાથી નારાજ લોકોને ધારાસભ્યએ તથા તાલુકા અને જીલ્લાના સદસ્યો સહિત સંગઠણના તમામ હોદ્દેદારોએ બદલી નહિ થાય તેવી પ્રજાને ખાત્રી આપી હતી.
