અમદાવાદ
અમદાવાદના નરોડામાં ફરજ બજાવતા ઁજીૈં એમ.એસ.ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે ૨૭મી ફેબ્રુઆરીએ એક અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં દેવનંદન સંકલ્પ સિટીમાં એક મકાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસને આશિષભાઈ નામના વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું હતું કે બે મહિનાથી તેમના મકાનમાં રહેતાં ભાડુઆત જતા રહ્યાં છે અને મકાનને તાળું માર્યું છે. જે તાળું તોડતા જ મકાનમાં લાશ જેવું દેખાતું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે મકાન માલિક મળ્યાં હતાં. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેવનંદન સંકલ્પ સિટીમાં બે વર્ષ પહેલાં ઈ ૪૦૪ નંબરનું મકાન ખરીદ્યું હતું. આ મકાન ખેડાના રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપેલું હતું. મકાનના માલિક મહેશભાઈ જાેષી અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં આવતાં તેઓ આ સ્કીમ ખાતે આવ્યાં હતાં. જ્યાં ફ્લેટની ઓફિસે પહોંચીને આશિષભાઈને મળ્યાં હતાં. બાદમાં પોતાના મકાને ગયાં હતાં. મકાનમાં તાળું મારેલું હતું. છેલ્લા ૧૬ દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતાં હતાં પણ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારે મહેશભાઈને એવું લાગ્યું હતું કે કૈલાશ બહેન મકાન ખાલી કરીને જતા રહ્યાં હશે. મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા તો બેડ પર એક મહિલા મૃત હાલતમાં પડી હતી. આ લાશ કૈલાશ બહેનની હતી. લાશ ફૂલી ગઈ હતી અને ચહેરો પણ છુંદાઈ ગયો હતો, હાથ પગની ચામડી પણ ફાટી ગઈ હતી. પોલીસે બાદમાં આ લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે અનેક વાર મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મહિલાના પરિવારને જાણ કરતા તેમણે કૈલાશ બહેન સાથે કોઈ સંબંધ નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવી નથી અને આ બાબતે તેઓ કોઈ નિવેદન પણ આપવા નથી માંગતાં તેમ કહેતા આખરે નરોડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી એક મહિલાની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં મકાન ખરીદ્યા બાદ મકાન માલિકે એક મહિલાને ભાડે રહેવા માટે આપ્યું હતું. પરંતુ મકાનનું ભાડું લેવા માટે મકાન માલિક છેલ્લા ૧૬ દિવસથી ભાડુઆત મહિલાને ફોન કરતાં હતાં પણ મહિલા ફોન રિસિવ નહીં કરતાં મકાન માલિક જાતે જ મકાનનું ભાડું લેવા માટે આવ્યા હતાં. તેઓ મકાન પર પહોંચ્યા ત્યારે મકાનને તાળું મારેલું હતું. તેમણે તાળું તોડતા મકાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરીને હત્યાનો ગુનો નોંધ્યો છે.


