આણંદ
આણંદના ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ઘટક સંસ્થા એન.વી.પટેલ એન્વાયરમેન્ટ લસાયનસ વિભાગના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ મોહક ભટનાગર તથા કુ.શ્રુતિ જગાણીએ પેનલિસ્ટ તરીકે ઉપરોકત સંદર્ભે સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવુતીઓનો વિસ્તુત એહવાલ રજુ કર્યો હતો.આ અંગે ડો સિસ્મિતાએ જણાવ્યું હતું કે, ભારતની મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા વિવિધ કોલેજ અને શાળાઓને ઈકો ક્લબ આપવામાં આવ્યા છે. જેનું ફન્ડીગ પણ મીનીસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં ૨ લાખથી પણ વધું કલ્બ બનાવામાં આવ્યા છે.એનવી પટેલ કોલેજમાં પણ ઈકે ક્લબ ચાલાવામાં આવે છે જેમાંથી બે વિદ્યાર્થીઓની પસંદગી યુથ ક્લાઇમેટ કોન્કલવ ૨૦૨૨માં ઈકોક્લબ બાદ કરવામાં આવેલ એકટીવીટી અગે માહિતી આપવા કરવામાં આવી હતી.આ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિ દરમિયાન, ૨૦૨૨નું, ઉદ્ઘાટન નીલેશ કુમાર સાહ, સંયુક્ત સચિવ, ક્લાયમેટ ચેન્જ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર, મહામહિમ વિન્સેન્ઝો ડી લુકાની હાજરીમાં યોજાયું હતું. આ પ્રસંગે ભારતમાં ઇટાલીના રાજદૂત, હિશ્રી યૂગો અસ્તુતો ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત અને ડો. વિભા ધવન, ડાયરેક્ટર જનરલ, ટાટા એનર્જી રીસર્ચ ઈન્સટીટ્યુડ હાજર રહ્યા હતા.યુથ ક્લાઇમેટ કોન્કલવ ૨૦૨૨માં એન.વી પટેલ કોલેજના વિદ્યાર્થી મોહક ભટનાગરે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જણાવ્યું હતું કે, હુ ઈકો કલ્બનો મેમ્બર છું. કોલેજ દ્વારા સ્થાપિત કલ્બની મદદથી પર્યાવરણીય વાતાવરણમાં પરિવર્તન વિશે યુવાનોને જાગૃત કરવા અનેક એકટીવીટી કરવામાં આવે છે. યુથ ક્લાઇમેટ કોન્કલવ ૨૦૨૨માં એન.વી પટેલ કોલેજના વિદ્યાર્થીની અને ઈકોક્લબની સેક્રેટરી શ્રુતિ જગાણીએ જણાવ્યું હતું કે, યુએનના સેક્રેટરી જનરલે જણાવ્યું તે અનુસાર જેટલી મોટી મુશ્કેલી હોય છે તેટલી જ મોટી તેમાં તક છુપાયેલ હોય છે. જેના સદર્ભમાં આજે આખી દુનિયાના સામે આવેલ સૌથી મોટી ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યાને આપણે સાથે મળીને હલ કરવાની રહેશે. એન.વી પટેલ કોલેજના ઈકો ક્લબમાં વિવિધ એકટીવીટી કરાવામાં આવે છે જેમાં ક્લાયમેટ ચેન્જ તેની અસર, તેને રોકવાના ઉપાય અને અન્ય પ્રકૃતિક સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે છે. છેલ્લા ૧૫૦ વર્ષમાં વાઘની વસ્તીમાં ખુબ ઘટાડો નોધાયો છે.તેમની વસ્તીમાં ઘટાળો મુખ્યત્વે માણસો દ્વાર કરવામાં આવતો તેમનો શિકાર અને તેમની જીવનશૈલીમાં કરવામાં આવતી છેડછાડ છે. જે આપણી ઈકોલોજી બેલેન્સ માટે ખતરારુપ છે. આથી ઈકો કલ્બ દ્વારા ઈનટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી રુપે યુવાનો માટે મનુસ્ય દ્વારા વાઘની જીવનશૈલીમાં કરવામાં આવતી છેડછાડ વિષય પર સંવાદ રાખવામાં આવ્યો હતો અને ટાયગર કન્સર્વેશન ઉપર પોસ્ટર મેકીગ રાખવામાં આવ્યું હતું. આ સાથે સાથે કોલેજના કેમ્પસમાં વન મહોત્સવ ઉજવામાં આવ્યો હતો જેમાં ગીર ફાઉન્ટેશનના મહેમાનને બોલાવીને આણંદના ફોરેસ્ટ વિભાગ પાસેથી વિવિધ છોડ લઈને ઉગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓર્ગેનીક ખેતી ઉપર સર્ટીફીકેટ કોર્ષ અને રેડીયોમાં પર્યાવરણ અંગે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આણંદ જિલ્લાની ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ઘટક સંસ્થા એન.વી.પટેલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુથ ક્લાઇમેટ કોન્કલવ ૨૦૨૨માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ઈકોકલ્બ દ્વારા પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અંગે કરવામાં આવતી એકટીવીટી અગે માહિતી આપી હતી. ભારતમાં ટાટા એનર્જી રીસર્ચ ઈન્સટીટ્યુડ દ્વારા સંચાલિત યુથ ક્લાઇમેટ કોન્કલવ ૨૦૨૨ના બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ઉચ્ચ સ્તરીય નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિઓ, આબોહવા પરિવર્તનના વિજ્ઞાનને સમજવા અને ‘નેટ શૂન્ય’ લક્ષ્યો હાંસલ કરવા પર વૈશ્વિક સમુદાયના પ્રતિભાવ, અનુકૂલન અને શમનહેઠળ “ભારત કૃત્યો” સત્રનો સમાવેશ થાય છે, શું આપણે વધુ ટકાઉ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂકી શકીએ? વિષય પર દેશની બે કોલેજએ પેનલીસ્ટ તરીકે કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
