Gujarat

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલા રિદ્ધિસિદ્ધિ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે અનોખી શોભા જોવા મળેલ હતી. સમગ્ર મંદિર શિવનાદથી ગુંજતું જોવા મળેલ. શિવભક્તો ભારે આસ્થા અને શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચના કરતાં જોવા મળેલ. શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના દરેક શિવમંદિરો સોળે શણગારે સજ્જ જોવા મળેલ 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરનાં શિવમંદિરોમાં શિવભક્તો દ્વારા હર હર મહાદેવ ભોલેનાથનો શિવનાદ ગુંજતો જોવા મળેલ હતો. શિવભક્તો દ્વારા ભારે શ્રધ્ધા અને આસ્થાભેર મહાદેવની પૂજા, અર્ચના, આરતી સાથે શિવસ્તુતિ કરવામાં આવી હતી. દરેક શિવમંદિર સોળે શણગારે શોભાયમાન જોવા મળતાં હતાં. શિવભક્તો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવતાં જોવા મળે છે.આમ પણ સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ જોતાં હવે શિવનો સહારો જ એક માત્ર વિકલ્પ છે. મોજૂદા પરિસ્થિતિમાં યુક્રેન અને રશિયાના યુધ્ધ-જ્વર વચ્ચે ભગવાન મહાદેવ સૌને સદ્બુદ્ધિ આપે અને આ યુધ્ધની ભયંકર વિભીષિકા કોઈ પણ ભોગે હવે બંધ થાય દેશ અને દુનિયામાં ભાઈચારો, અમન તથા પ્રેમનું સામ્રાજ્ય સ્થાપિત થાય તેમ શિવભક્તો મહાદેવ સન્મુખ પ્રાર્થના કરતાં હોય એવો માહોલ સર્જાયો હોય તેવું જણાતું હતું.

Screenshot_20220302-132139_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *