, કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને મીનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના કોમન સર્વિસ સેન્ટરના સહયોગથી “મેરા ગાંવ મેરી ધરોહર” પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનના માધ્યમથી ગામની સંસ્કૃતી અને ધરોહરના ઇતીહાસના ફોટો સાથેની તમામ પ્રકારની જાણકારી અપડેટ કરવામાં આવી રહી છે.જે બાબતે જિલ્લાના વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોરને નેશનલ હાઇસ્કુલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતાં સી.એસ.સી. જિલ્લા મેનેજર નિકુંજ ઠેસિયાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના તમામ ગામોની ઐતિહાસીક સ્થળોની માહીતી મોબાઇલ એપમાં એકત્રીત કરવાનું કામ સી.એસ.સી સંચાલકોને સોપવામાં આવ્યુ છે. આ સર્વે દેશમાં પહેલીવાર ઓનલાઇન થવા જઇ રહયો છે. આ માહીતી ગામ, તાલુકાઓ અને જિલ્લાને વિશેષ બનાવશે. જેથી સમગ્ર વિશ્વભરમાં કોઇ પણ વ્યક્તિ એક ક્લીકથી ગામ વિશેની સંપુર્ણ માહીતી મેળવી શકશે. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાએ હાજર રહી વી.એલ.ઇ.ને આ વિશે માહીતી આપી હતી તેમજ આ પ્રોજેક્ટને કઈ રીતે વધુ લાભદાયી અને લોકોપયોગી બનાવી શકાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
