યુક્રેન અને રશિયા માં હજારો ભારતીય સહિત અભ્યાસ અર્થે ગયેલા વિધાર્થીઓ યુક્રેન માં ફસાયા હતા જેની ચિંતા પરિવાર અને સરકાર ને છે. ઓપરેશન ગંગા અંતર્ગત સરકાર દ્વારા યુક્રેન માં અભ્યાસ કરતા દરેક વિધાર્થીઓ ને હેમખેમ વતન ભારત માં લાવવા માટે સરકાર કટિબધ્ધ છે જે અંતર્ગત કવાંટ નગર ના સૈડીવાસણ રોડ પર આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કોલચા નો પુત્ર વિનાયક રમેશભાઈ કોલચા MBBS માં વધુ અભ્યાસ અર્થે યુક્રેન ની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્વારા તેઓને પોતાના દેશ ભારત તેમજ પોતાના માદરે વતન કવાંટ ખાતે લાવવા માટે ની તજવીજ હાથ ધરી હતી. આજરોજ વિનાયક કોલચા ઘરે પરત ફરતા કુટુંબીજનો તેમજ માતા પિતા માં હર્ષ ની લાગણી જોવા મળી હતી અને ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા. યુક્રેન ની પરિસ્થિતિ વિશે વિનાયક કોલચા એ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે અમે જ્યાં હતા ત્યાં એટલું ભયજનક વાતાવરણ ન હતું. યુદ્ધ શરૂ થતાં એમ્બેસી માંથી કહેવામાં આવ્યું હતું કે તમારે તમારા વતન ભારત પાછા જવું પડશે તેથી અમો ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ મારો એક મિત્ર ત્યાં બંકર માં ફસાયેલ છે જેનો કોઈ સંપર્ક થતો નથી, ત્યારબાદ યુક્રેન માં ભારતીય એમ્બેસી દ્વારા બોર્ડર પરથી એરપોર્ટ પર સહીસલામત લાવવામાં આવ્યા હતા અને તમામ ખાવા પીવા ની સગવડ પુરી પાડવામાં આવી હતી અને દિલ્હી લાવવામાં આવ્યા હતા અને દિલ્હી માં ગુજરાત ગવર્મેન્ટ ના ગુજરાત ભવન માં એક રાત રાખ્યા હતા અને બીજા દિવસે અમને દિલ્હી થી ગુજરાત લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરા આવી હું વતન કવાંટ પહોંચ્યો છું. પોતાના માદરે વતન કવાંટ પરત હેમખેમ પોહચાડવા બદલ ભારતીય એમ્બેસી નો તેમજ ભારત સરકાર નો આભાર માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

