Gujarat

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની સીધી ખરીદી

*પુરવઠા નિગમ દ્વારા પ્રતિ મણ રૂ. ૪૦૩/-ના ભાવથી ટેકાના ભાવે ખરીદી કરાશે*

*૩૧ માર્ચ સુધીમાં ખેડૂતોએ નોંધણી કરાવવાની રહેશે*
અમરેલી, તા. ૨ માર્ચ, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૨૦૧૫/-(પ્રતિ મણ રૂ।. ૪૦૩/-)ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ ખેડૂતોએ નોંધણી કરાવવાની રહેશે.
નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭-૧૨,૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ઘઉં પકવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઈ ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના અમરેલી જિલ્લાના નાયબ મેનેજરની યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220302-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *