Maharashtra

ફની સ્ટાઇલ માટે જાણીતી શિલ્પા શેટ્ટીએ ચાલુ શોમાં રોહિત શેટ્ટી પર કાચની બોટલ ફોડી

મુંબઈ
શિલ્પાની છેલ્લે આવેલી ફિલ્મ હંગામા ૨ ફિલ્મમાં જાેવા મળી હતી. આ ફિલ્મ દ્વારા શિલ્પા ઘણા વર્ષો પછી અભિનયની દુનિયામાં પરત ફરી છે. આ ફિલ્મ માટે શિલ્પા ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ અભિનેત્રીએ બ્રેક લીધો હતો. અત્યારે શિલ્પા નિકમ્મા ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા સાથે અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા લીડ રોલમાં છે. હાલના દિવસોમાં શિલ્પા શેટ્ટી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં જાેવા મળી રહી છે. શોમાં ઘણી વખત ગેસ્ટ્‌સ આવે છે અને આ વખતે શોમાં રોહિત શેટ્ટી આવ્યો હતો. આ દરમિયાન શિલ્પાએ રોહિત સાથે ખૂબ મસ્તી કરી હતી. શિલ્પા શેટ્ટી તેની ફની સ્ટાઇલ માટે જાણીતી છે. તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં જાેવા મળે છે, જેમાં તાજેતરમાં રોહિત શેટ્ટી જાેવા મળ્યો હતો. આ દરમિયાન શિલ્પાએ રોહિત સાથે કંઈક એવું કર્યું કે બધા ચોંકી ગયા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જાેશો કે શિલ્પા રોહિતને ફોન કરે છે જે સિંગર બાદશાહ સાથે વાતચીતમાં વ્યસ્ત છે. શિલ્પા વારંવાર ફોન કરે છે, પરંતુ તે ધ્યાન આપતી નથી. ત્યારે શિલ્પાને ગુસ્સો આવે છે અને તે કહે છે કે ‘આતા માજી સટકલી’ આ પછી શિલ્પા રોહિત પર કાચની બોટલ તોડી નાખે છે. શિલ્પા પછી બાકીની બોટલ બાદશાહ પર તોડી નાખે છે. અગાઉ, શોના નિર્માતાઓએ રોહિત અને શિલ્પા સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બંનેએ ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો એક સીન રિક્રિએટ કર્યો હતો. બંનેના આ અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

Shilpa-Shetty-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *