સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મહાપ્રભુજીના બેઠકજીમાં તારીખ ૩ માર્ચ પૂ. શ્રી રાજુબાવા અને અનુગ્રહલાલજી બાવાશ્રીનાં સાંનિધ્યમાં ફાગ રસિયાનો ઉત્સવ ભારે ઉમંગ, ઉત્સાહ, શ્રધ્ધા અને આસ્થાભેર ઉજવવામાં આવેલ. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે કુલ ૩૦ વ્યક્તિઓએ બ્રહ્મસંબંધ ગ્રહણ કરેલ. પાઠશાળાનાં બહેનોએ સુંદર રાસની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું અમરેલી જિલ્લાની લોકપ્રિય ન્યુઝ ચેનલ my gujarat news channel માં એડિટર યોગેશ ઉનડકટ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવેલ. આ ઉત્સવ પ્રસંગે મહાપ્રસાદનો લાભ લઈને વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયકુમાર વસાણી સમેત અન્ય ટ્રસ્ટી મંડળ અને સેવાભાવી વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ રાજુભાઈ શીંગાળાએ જણાવ્યું હતું.


