Gujarat

પાલનપુરમાં રાષ્ટ્રીય સલામતી દિવસની ઉજવણી કરાઇ

પાલનપુર
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે ઉત્તર ગુજરાત ૧૦૮ અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા લોકોમાં સેફ્ટી પ્રત્યેની જાગૃતિ માટે જુદા જુદા સ્થળોએ ડેમોનું આયોજન કરવામા આવ્યું હતુ અને લોકોને અલગ અલગ પરિસ્થિતિમાં શુ સેફ્ટી રાખવી જાેઈએ તેનુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ. વધુમાં ખિલખિલાટ સ્ટાફ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન જરુરી મેડિકલ તપાસ વિશેની પણ મહિતી આપવામાં આવી હતી અને તે વ્યક્તિગત સલામતી માટે કેટલું જરુરી છે તે સમજાવવામાં આવ્યુ હતુ. લોકોને વ્યક્તિગત સલામતી માટે ખુબ જ મહત્વપૂર્ણ એવી ૧૦૮ સીટીઝન એપ્લિકેશન વિશે માહિતી આપવાના આવી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ પણ કરાવવામાં આવી હતી તથા લોકોની સેફ્ટી માટે ૨૪×૭ હાજર રહેવાની ૧૦૮ સ્ટાફ દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.લોકોની સલામતી માટે તથા અકસ્માતોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા તા. ૪ માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને તેનો હેતુ અને પોતાને કે અન્ય લોકોને કોઈ જાેખમ ન થાય તે માટે સલામત રીતે કામ કરવાની સામાન્ય બાબતોથી લોકોને માહિતગાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *