ગિરગઢડા
ભરત ગંગદેવ..
. જેમાં મહીલાઓ ની શક્તિને બિરદાવામાં આવે છે અને એમના હોસલાઓને એક ઉડાન આપવામાં આવે છે. ત્યારે આજના દિવસે એક નાનકડા ગીર નાં ગામડાંમાંથી સફર કરી આજ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર અને બધાના દિલ મા રાજ કરનાર, ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર દીકરીની વાત કરીશું.
ગિર સોમનાથ જિલ્લાનું આજનું ગામ જે પ્રકૃતિના સોળે કળાએ ખીલી ઊઠે એવું ગામ જામવાળા ગીર ગામ. જેમાં ગોહિલ મનીષા રવજીભાઈ નું બાળપણ વીત્યું. પિતા રવજીભાઈ પુંજાભાઈ ગોહિલ એક ફોરેસ્ટ ઓફિસર. માતા હંસાબેન અને બે ભાઈઓની એક લાડકી બહેન એટલે મનીષા.
ધોરણ સાત સુધી નો અભ્યાસ ગામની જ સરકારી શાળામાં પૂર્ણ કરેલ અને ત્યાર બાદ આગળ અભ્યાસ અર્થે શહેર તરફ આગળ વધી. અને એજ નાનકડા ગામમાંથી એક સ્વપ્ન જોયેલું. કે એક વાર વિમાનમાં બેસવું. જેથી ભણવામાં ખૂબ મન લગાવ્યું. ક્યારેય પપ્પાએ કોઈપણ જાતનું દબાવ નહોતું કરેલું. જે ઈચ્છાઓ હતી તે પૂરી કરતા ગયા. અને દિવસો જેમ પસાર થતા ગયા તેમ ડીગ્રીઓ મેળવવા લાગી. અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યું પપ્પાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી અને ડબલ ગ્રેજ્યુએટ, ડબલ માસ્ટર, બી. એડ. અને જે સ્વપ્ન નાનપણમાં જોયેલું વિમાનનું એ એર હોસ્ટેસની ડિગ્રી મેળવી અને વિમાનમાં બેસવાનું સ્વપ્ન સાકાર કર્યું.. આટલી ડિગ્રી મેળવ્યા બાદ અલગ અલગ જગ્યાએ નોકરી કરી. પરંતુ કંઇક જીવનમાં બાકી રહી જાય છે હજુ કંઇક ખૂટે છે. એવું હમેશા લાગ્યા કરતું. અને ત્યાર બાદ સામાજિક કાર્ય કરવાની ઘેલછા લાગી. કારણ એ લોહી મા હતું પપ્પા હમેશાં બીજાઓને મદદ કરતા એ જોતી. જેથી ફરી સોશિયલ વર્કમાં માસ્ટરી કર્યું અને ડિગ્રી મેળવી અને ત્યાર બાદ વર્ષો પછી ફરી ગીર સોમનાથ જિલ્લાના ઉનાં તાલુકા મા આવી. એટલે કે જ્યાં થી સફર શરૂ થઈ હતી ત્યાં જ ફરી આવી અને મહિલાઓ પર થતા અત્યાચાર પર કામ કરવાનો નિર્ણય કર્યો. લગ્ન બાદ મહીલાઓ પર થતી હિંસા, જાતીય સતામણી ઓ, બ્લેક મેઇલ આવા અનેક કેસો પર કામ કરું છું. અને જ્યારે કોઈ મહિલા નો કેસ સોલ્વ કરી તેમને ફરી સાસરે મોકલું છું અથવા તો સમાજમાં તેનું પુનઃ સ્થાપન કરું છું ત્યારે તે મહિલા કરતા મારામાં બે ગણી વધારે ખુશી હોય છે અને મારા થકી આજ કોઈ નું ઘર તૂટતાં બચી ગયું. અને એ હાશ ! શબ્દ મા આખા દિવસનો થાક ઉતરી જાય છે. અને જે વડીલોના આશીર્વાદ મળે ત્યારે આંખ મા ખુશી ના આંસુ આવી જાય છે. અને આજે ગામડે ગામડે જઈ મહિલા સશિતકરણ નાં કાર્યક્રમ રાખી ગામડાઓની મહિલાઓને કાયદાકીય, કાનુની, હિંસા સામે આવાજ ઉઠાવવા, અને શિક્ષિત બનવા, અને દીકરીઓમાં એક હિંમત, જુસ્સો આવે અને દરેક સમાજની દરેક દીકરી ઓ ભય મુક્ત બની ખુલ્લા આકાશમાં એક ઉડાન ભરે એવી જ ઈચ્છા બધા મા પ્રેરું છું. આજ બધાનાં હદયમાં મારું નામ ગુજતું થયું અને જે મને ચાહના મળી એ અગાઉ નાં કામોમાં મળી ન હતી. અને આજે હું જે કંઈ પણ છુ એનો પૂરો શ્રેય મારા પપ્પા, મમ્મી અને ભાઈઓને છે કે જેમણે મને ક્યારેય રોકી ન હતી. હંમેશા આગળ વધવા જ કહેલું.
અંતમાં એટલું જ કહીશ કે
મૈ સારી જીંદગી મહેનત કરકે આત્મનિર્ભર રહના પસંદ કરુંગી, તાકી કોઈ મુજસે કભી યે નાં કહ શકે કી મૈ નાં હોતાં તો તુમ્હારા ક્યાં હોતાં!!!!!


