Gujarat

ઉના રેલ્વે ફાટક પર બનનારો અંડરબ્રિજ સુવિધા ને બદલે સમસ્યાઓ સર્જે તેવી ભીતી અંડરબ્રિજ નું કામ મુલતવી રાખી કરોડો રૂપિયા અન્ય વિકાસ કામોમાં વાપરવા માંગ

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ઉના શહેરમાં મધ્ય માં આવેલા રેલવે ફાટક પર અંડરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે તેનાં કારણે શહેરના લોકો ને સુવિધાઓને બદલે અને સમસ્યાઓ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે આ અંગે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ અને ઉના નાં યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા શહેરી વિકાસ મંત્રી અને શહેરી વિકાસ ના સચિવ ને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ઉના મધ્ય માંથી પસાર થતાં રેલવે ફાટક નીચે અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ કામ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા અને ભૌગોલિક પરિસ્થિતિ ની સમીક્ષા કર્યા વગર જ આ અન્ડરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હોય એવું લાગે છે. ઉના ની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અન્ડરબ્રિજ અનેક સમસ્યાઓ ને નોતરસે આ છે જેમ કે ઉના માં પાણીના તળ ઊંચા છે તેના કારણે ૧૭થી ૨૦ ફૂટ માં જ શહેરી વિસ્તારમાં કૂવામાં  પાણી આવી જાય છે. ત્યારે આ અંડરબ્રિજ 20 ફૂટ કરતા ઊંડો બનવા જઈ રહ્યો છે ત્યારે કાયમી પાણીની સમસ્યા રહેશે. ઉના તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ બાજુમાં જ આવેલી છે અને આ અંડરબ્રિજ બનવાને કારણે હોસ્પિટલ જવાનો રસ્તો બંધ થઇ જશે જેના કારણે આ વિસ્તારના હજારો લોકોને જન આરોગ્ય જોખમમાં મુકાશે અને પ્રાથમિક સારવાર મેળવવી પણ મુશ્કેલ બનશે. તેમજ ઈમરજન્સી માં આ અંડરબ્રિજ અડચણ રૂપ બનશે. સંભવિત અંડરબ્રિજ પાસે ઉનાનો ઐતિહાસિક હીરા તળાવ આવેલું છે અને આ હીરા તળાવના પાણીનો નિકાલ અન્ડરબ્રિજ ની પાસે થી થાય છે અને અન્ડરબ્રિજ બને તો વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જાશે અને પાણીના નિકાલ બંધ થાય તો તળાવ ઓવરફલો થયા બાદ આસપાસ નાં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ ચોમાસા દરમિયાન  નિર્મિત થાશે. તેમજ બાજુમાં રેસિડેન્ટ સોસાયટી આવેલી છે કોમર્શિયલ કોમ્પલેક્ષ માં આવેલા છે બેરા મૂંગા વિદ્યાર્થીઓ માટેની સંસ્થાઓ આવેલી છે મંદિર આવેલું છે નજીકમાં જ પીજીવીસીએલ કચેરી આવેલી છે ત્યાં લોકોને વારંવાર કામ માટે જવાનું હોય ત્યારે પીજીવીસીએલ નું મટીરીયલ પણ ત્યાં કચેરી સુધી પહોંચાડવાનું મુશ્કેલ બની જાશે. ટ્રાફિક પ્રશ્ન માટે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે ટ્રાફિક સમસ્યા બસ થોડા સમયમાં જ નેશનલ હાઇવેનું કામ પૂર્ણ થશે અને બાયપાસ રોડ ચાલુ થતાં જે ટ્રાફિક થઈ રહી છે તે હાઈવે પર ડાયવર્ટ થશે ત્યારબાદ શહેરમાં ૧૦ ટકા જેટલું જ ટ્રાફિક રહેશે પછી ટ્રાફિક નો કોઈ પ્રશ્ન રહેશે નહીં  તો આ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાને બદલે માત્ર ફાટક પહોળું કરવાથી આ સમસ્યા દૂર થઇ શકે તેમ છે. આમ આ અંડરબ્રિજ બનાવવા માં કરોડો રૂપિયા ખર્ચ કરી શહેર નાં લોકો માટે સુવિધા ને બદલે દુવિધા ઉભી થાશે તેવું અમોને લાગી રહ્યું છે અને આ કરોડો રૂપિયા ઉનાના બીજા અન્ય વિકાસ કામોમાં વાપરવામાં આવે અને આ અંડરબ્રિજનું કામ મુલતવી રાખવામાં આવે એવી માંગ સાથે પત્ર લખ્યો હતો. આગામી દિવસોમાં સરકાર શ્રી દ્વારા આ અંડરબ્રિજ અંગે પુન:સમીક્ષા કરી ને ફેરવિચારણા કરવામાં આવે છે કે પછી સ્થાનિક અધિકારીઓનાં અભિપ્રાય પર જ અંડરબ્રિજ બનાવી લોકો સામે અનેક સમસ્યાઓ ઉભી કરે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *