Gujarat

પ્રાચી ખાતે  અર્ધ લશ્કરી દળ નું સ્નેહમિલન અને સંગઠન ના પ્રશ્નો ને લઈ મિટિંગ નું આયોજન કરાયું

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી ખાતે ગત તા, 7/,3,/ 2022 ને સોમવાર ના  રોજ   શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય ખાતે અર્ધ લશ્કરી દળ નું સ્નેહમિલન તેમજ સંગઠન ને મજબૂત બનાવવા  એક મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં  ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ, અમદાવાદ પ્રમુખ શ્રી તુલસીભાઈ ,અને અમદાવાદ  જિલ્લાઅર્ધ લશ્કરી  દળ ના હોદેદારો વગેરે હાજર રહ્યા હતા જેમાં ગીર સોમનાથ જિલ્લા અર્ધ લશ્કરી દળ ના હોદેદારો દ્વારા સ્વાગત કરાયું હતું આ મિટિંગ માં   સેના ના જવાનોને મળતી સુવિધા થી અર્ધ લશકરી દળ ના  જવાનો ની સાથે ભેદ ભાવ ભરેલું વર્તન  જેવું કે. અર્ધ લશ્કરી દળ ના જવાનો ને શહીદ નો દરજ્જો ના મળતો હોય ,તેમજ કેન્ટિંગ સુવિધા ,તેમજ   2004 થી  અર્ધ લશ્કરી દળ ના તમામ જવાનોને પેંશન સુવિધા બંધ કરાઈ છે,વગેરે વગેરે સુવિધા ઓ થી સેના ની બરાબરી માં થતા અન્યાય ને ધ્યાને રાખી મિટિંગ માં ચર્ચા કરી યોગ્ય લાભો મળી રહે તેવા અર્ધ લશ્કરી દળ ના જવાનો એ માંગ ઉઠાવી હતી ,
દુઃખદ સાથે જણાવવાનું કે ગીર સોમનાથ જિલ્લા ના  સરખડી ગામના મનુભાઈ વાજા અર્ધ લશ્કરી દળ BSF માં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા ત્યારે  તા.27,11,2009 ના રોજ થયેલ આંતકવાદીઓ દ્વારા થતા હુમલાઓ નો સામનો કરતા દેશરક્ષા કાજે શહીદ થયા હતા
સરકાર તરફ થી મળતા લાભો માં માત્ર પેન્શન શિવાઈ કાઈ મળવા પાત્ર નથી જેમાં મનુભાઈ વાજા ના ધર્મપત્ની લીલીબેન મનુભાઈ વાજા ને મહિને પેન્શન પેટે 17500 આપવામાં આવતા હતા જે 2019 થી ઘટાડી મહિને 9000 કરવામાં આવ્યા હતા તેમજ મોંઘવારી ભથ્થું ઉમેરી આજની તારીખે  મહિને 12000 આપવા માં આવે છે લિલીબેન  વાજા ને  સંતાન માં એક પુત્રી તેમજ બે પુત્ર છે તો આજની મોંઘવારી માં બાળકો નું ભરણ પોષણ અને શિક્ષણ નો ખર્ચ ઉપડવો બહુ મુશ્કેલ થતો જાયછે લીલીબેન વાજા ના પરિવાર માં કોઈ કમાવવા વાળું ન હોય તેથી લીલીબેન મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે બાળકો ને અભ્યાસ માટે પણ ખર્ચ વધતો જાય છે તો યોગ્ય પગલાં લેવા માંગ  કરી હતી એક દેશ નો જવાન 19 વર્ષ અને6 મહિના દેશ ની સેવા કરી દેશ કાજે શહીદ થયા છે અને આજે એના પરિવારને કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ મળવા પાત્ર લાભો મળતા નથી તો એક દેશ કાજે શહીદ થયેલા વીર જવાન ના પરિવારને યોગ્ય લાભો મળી રહે તેવી એક માંગ ઉઠી હતી તેમજ આવા અનેક મુદ્દાઓ વિસે ચર્ચા વિચારણા કરી  તમામ અર્ધ લશ્કરી દળ ના જવાનો ને યોગ્ય લાભો મળી રહે અને મળવા પાત્ર સન્માન મળે તે હેતુ થી મિટિંગ યોજાઈ હતી

IMG-20220308-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *