ઊનામાં પોલીસ દ્રારા આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરવામાં આાવી હતી. જેમાં પોલીસ સ્ટાફ દ્રારા શાળા, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સમાનતા અને મહીલા રક્ષણ અતર્ગત સેમીનાર યોજાયેલ હતો. જેમાં ઉના પીએસઆઇ એમ.યુ. મસી, પોલીસ સ્ટાફ દ્રારા કે વી ગાંધી કન્યા સ્કુલમાં ધો.૧૧ તથા ૧૨ ની ૩૫૦ વિદ્યાર્થીનીઓ, એ આર ભટ્ટ કોલેજની ૬૦, સ્વામીનારાયણ ગુરુકુલના ૩૦૦, તેમજ સરગમ યુવા મંડળ દિવ સંચાલીત દ્રારા ઉના યોગ કેન્દ્ર ખાતે મહીલાઓને કાયદાથી મળતા રક્ષણ તેમજ બાળા, મહીલા સુરક્ષા માટે ગીર સોમનાથ પોલીસ દ્રારા (સી) ટીમની રચના કરેલ હોય તેના ઉપયોગીતા મહીલા હેલ્પ લાઇન ૧૮૧ ની ઉપયોગીતા તેમજ ગીર સોમનાથ જીલ્લામાં મહીલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. જેથી મહીલા કાઉન્સીલ વિશે વિદ્યાર્થીનીઓને જાણકારી આપવામાં આવેલ અને જરૂરી પડતા કાયદાનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવેલ.


