Gujarat

મહિલા દિવસે કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કહ્યું સુરતમાં ધોળા દિવસે બળાત્કાર થાય છે

અમદાવાદ
મહિલા દિવસે જ કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ વિધાનસભામાં બળાપો કાઢ્યો હતો. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું હતું કે, સરકારે મહિલા બાળ કલ્યાણ સમિતિ બનાવવી જાેઈએ, તેમાં મહિલા ધારાસભ્ય રાખવા જાેઈએ. મહિલા દિવસે મહિલાઓની વાતો થાય છે, તમે બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરો છો, સુરતની સ્થિતિ જુઓ, ધોળા દિવસે બળાત્કાર થાય છે, સરકારના પેટનું પાણી હાલતું નથી. ૨૦૦૭માં મારી રક્ષા માટે રક્ષણ માંગ્યું હતું હજુ સુધી આપ્યું નથી. ત્રણ ટર્મ થી ધારાસભ્ય છું. મહીલાની સુરક્ષા જળવાતી નથી એટલે મહિલા તરીકે ગૃહમંત્રીનું રાજીનામું માંગુ છું. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં મહિલા દિવસની શુભેચ્છા સાથે તમામ મહિલા ધારાસભ્યો માટે ૨ કરોડની વધારાની ગ્રાન્ટ મંત્રી પૂર્ણશ મોદી પાસે માંગી લીધી હતી. નીતિન ભાઈ પટેલની જેમ મહિલા ધરસસભ્યોને પૂર્ણશ મોદી ધરસભ્યોને નારાજ ન કરે તેવી અપીલ પણ ગૃહમાં કરી લીધી હતી.આ તબક્કે તેમણે વિધાનસભાગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે પણ મહિલા અત્યાચારની ઘટના બને ત્યારે ભોગ બનેલી મહિલાના સમર્થનમાં તમામ ધારાસભ્યોએ એકજૂથ થઇ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ આજે વિધાનસભામાં થાય તેવી અપીલ કરી હતી. આ તબક્કે તેમણે પૂર્વ નાણા મંત્રી નીતિનભાઇ પટેલના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં વાત મૂકી હતી કે ગત વિધાનસભાના બજેટ સત્રમાં નીતિનભાઇ પટેલે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ મહિલા ધારાસભ્યોને ૧.૨૫ કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. પ્રવચન દરમ્યાન ગેની બેને ગૃહને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે અમારા પક્ષના ધારાસભ્ય પ્રતાપ ભાઈ અને રઘુ ભાઈ દેસાઈએ મહિલાઓને યથા શક્તિ ભેટ આપી મહિલાઓનું સન્માન કર્યું છે. પ્રતાપ દુધાતએ બહેનોને સાડી અને રઘુભાઈએ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને સુંદર પેન આપી સન્માનિત કર્યા હોવાનો ઉલ્લેખ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેની બેન ઠાકોરે કર્યો હતો. દેશમાં પ્રથમ ત્રાસવાદી નથુરામ ગોડસે હતો, તમારે લાવવો હોય તો એવો પ્રસ્તાવ લાવો કે દેશનો પ્રથમ ત્રાસવાદી ગોડસે હતો. શિક્ષણમંત્રી હ્યુમન ડેવલોપમેન્ટમાં પ્રથમ હોવાની વાત કરે છે પણ આંકડા અને રિપોર્ટ કહે છે કે ગુજરાત અવ્વલ નંબરે નથી. આ આંકડા કોંગ્રેસના નથી, ભાજપની કેન્દ્ર સરકારે આપ્યા છે, લઈ આવો ભારતીય બાળકોને યુક્રેનમાંથી.રાજીવ ગાંધીએ શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *