Maharashtra

અભિનેતા ફરદીન ખાન ફિલ્મ વિસ્ફોટથી કમબેક કરશે

મુંબઈ
ફરદીન ખાન દિવંગત બોલિવૂડ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા ફિરોઝ ખાનનો પુત્ર છે. છતા અભિનેતાએ પોતાની મહેનતથી હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હતી. તમને જણાવી દઈએ કે, ફરદીને વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ માટે ફરદીનને બેસ્ટ મેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી ફરદીને જંગલ, લવ કે લિયે કુછ ભી કરેગા, ઓમ જય જગદીશ, નો એન્ટ્રી, હે બેબી, ઓલ ધ બેસ્ટ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં તેણે છેલ્લી ફિલ્મ દુલ્હા મિલ ગયામાં કામ કર્યું હતુ. ત્યારથી ફરદીન ફિલ્મોથી દૂર છે, તે ફક્ત પરિવાર સાથે જ સમય વિતાવતો જાેવા મળે છે. આ દરમિયાન ફરદીનનું વજન ઘણું વધી ગયું હતું. તેના વધતા વજનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જાેકે હવે ફરદીને તેનું વજન ઘણું ઓછું કરી લીધું છે અને હવે તે ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહ્યા છે. ફરદીન હવે ફિલ્મ વિસ્ફોટમાં જાેવા મળશે.

fardin-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *