મુંબઈ
વિરાટ કોહલીની ગણતરી આજે વિશ્વના સૌથી ફિટ ક્રિકેટર્સમાં થાય છે. કોહલી એક ખાસ ડાયટ ફોલો કરે છે, જેના કારણે તેની ફિટનેસ ચરમસીમા પર છે. જાેકે, જુનિયર ક્રિકેટમાં આવું નહોતું. વિરાટ કોહલીને લોકો ચીકુ કહેતા હતા કારણ કે તે ઘણો જાડો હતો. વિરાટ કોહલીને મસાલેદાર વસ્તુઓ ખાવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે પણ તે કોઈપણ શહેર કે વિદેશમાં જતો ત્યારે ત્યાં ફાસ્ટ ફૂડ ખાતો હતો. તમે વિરાટ કોહલીના ફૂડ પ્રત્યેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેણે મટન રોલ માટે પોતાનો જીવ પણ જાેખમમાં મૂક્યો હતો. વિરાટ કોહલીના સાથી ક્રિકેટર પ્રદીપ સાંગવાને આ વાતનો ખુલાસો કર્યો છે. પ્રદીપ સાંગવાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે અંડર-૧૯ના દિવસોમાં કોહલીએ ખૂબ જ ખતરનાક જગ્યાએ મટન રોલ્સ ખાધા હતા અને અજાણ્યા લોકોએ તેમનો પીછો પણ કર્યો હતો. એક મીડિયા કોલમમાં પ્રદીપ સાંગવાને કહ્યું,’જૂનિયર ક્રિકેટમાં કોહલી ૭-૮ વર્ષ સુધી તેનો રૂમ પાર્ટનર હતો. તેને ખાવાનું પસંદ હતું, ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ. તેને કોરમા રોલ, ચિકન રોલ ખૂબ જ પસંદ હતા. એકવાર અમે અંડર-૧૯ ટીમ સાથે દક્ષિણ આફ્રિકામાં હતા. વિરાટને કોઈએ કહ્યું કે એક જગ્યાએ મટન રોલ ખૂબ સારો છે પરંતુ તે જગ્યા સુરક્ષિત નથી. ટીમના ડ્રાઈવરે પણ આ જ વાત કહી કે ત્યાં ખાવાનું સારું છે પણ તે જગ્યા સુરક્ષિત નથી. તાજેતરમાં ત્યાં એક વ્યક્તિનો હાથ કપાયો હતો. પ્રદીપ સાંગવાને જણાવ્યું કે વિરાટ કોહલીએ ખતરનાક જગ્યા હોવા છતાં ત્યાં જવાનું નક્કી કર્યું. તેણે પ્રદીપ સાંગવાનને સમજાવ્યા અને ત્યાં જઈને મટન રોલ ખાધા. પ્રદીપ સાંગવાને લખ્યું, ‘ડ્રાઈવરની વાત સાંભળીને હું ડરી ગયો, પરંતુ વિરાટે કહ્યું- ચાલો ત્યાં જઈએ અને તે મને પણ ત્યાં લઈ ગયો. અમે મટન રોલ્સ ખાધા અને કેટલાક અજાણ્યા લોકો અમારી પાછળ આવ્યા. અમે અમારી કારને હોટેલ પર પાછી લીધી અને હોટેલ પર આવીને તરત જ કાર રોકી. પ્રદીપ સાંગવાને યાદ કર્યું કે વર્ષ ૨૦૧૨માં વિરાટ કોહલી સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેણે પોતાનો આહાર બદલ્યો. સાંગવાને લખ્યું, ‘ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ વિરાટ ૨૦૧૨ માં અમારી પાસે આવ્યો અને તેણે પોતાના ડાયટને એક અલગ લેવલ પર લઈ ગયો. અમે તેને ટીમમાં ચીકુ કહીને બોલાવતા હતા પરંતુ ૨૦૧૨માં તેણે પોતાના ડાયટ અને ફિટનેસનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તે પોતાનું વજન ઘટાડવા માંગતો હતો. તે એક સારો ફિલ્ડર બનવા માંગતો હતો. તે સારો ફિલ્ડર તો હતો જ પરંતુ તે શ્રેષ્ઠ ફિલ્ડર બનવા માંગતો હતો. વિરાટ કોહલી કલાકો સુધી નેટ્સમાં બેટિંગ કરતો હતો અને ફિનિશ કર્યા પછી નોકિંગ પણ કરતો હતો.


