સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેનાએ વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ગજવી નાખી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આશા વર્કર બહેનો પણ મોટી સંખ્યામાં જાેડાઇ હતી. મહિલા શક્તિ સેનાએ ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. તેમજ આશાવર્કર બહેનોને કામના પ્રમાણમાં વેતન અને અન્ય સુવિધાઓ આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જ મહિલાઓ દ્વારા તંત્ર વિરૂદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આશાવર્કર બહેનોને ઓછું વેતન આપી શોષણ કરવામાં આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. સરકાર દ્વારા તેમની માંગ પુરી નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મહિલા શક્તિ સેનાએ સુરેન્દ્રનગરના ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. નોંધનીય છે કે આશાવર્કર બહેનોને ઓછું વેતન આપી શોષણ કરવામાં આવતુ હોવાની રાવ ઉઠવા પામી છે.


