Gujarat

ખેલાડીઓએ સુરતના સ્ટેડિયમની સુવિધા ઈન્ટરનેશનલ ગણાવી

સુરત
ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના યજમાન પદે ઈન્ડિયન પ્રિમીયર લીગ આઈપીએલની ધોનીની આગેવાની હેઠળની જબરજસ્ત પ્રેક્ટિસ ચાલી છે. ટીમના તમામ ખેલાડીઓ મેદાનમાં તડામાર તૈયારી કરતા દેખાઈ રહ્યા છે. ધોની સહિતના તમામ ખેલાડીઓ સમયસર મેદાન ઉપર સાંજના સમયે પહોંચીને પ્રેક્ટિસ કરતા જાેવા મળે છે. આઇપીએલમાં દરેક ખેલાડી તેનું સૌથી સારું પરફોર્મન્સ આપવા માટેનો પ્રયાસ કરતા હોય છે. પોતાની ટીમને જીતાડવા માટે કેપ્ટન કૂલ સહિતના ખેલાડીઓ મન મૂકીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ચૈન્નઈ સુપર કિંગના મેનેજમેન્ટે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમના આયોજકો સાથે થયેલી ચર્ચા મુજબ ચૈન્નઈ ટીમ મેનેજમેન્ટે સ્ટેડિયમની સુવિધાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાને ગણાવી છે. ખેલાડીઓ સ્ટેડિયમમાં હોમગ્રાઉન્ડ જેવું ફિલ કરી રહ્યાં છે. સ્ટેડિયમનુ આઉટ ફિલ્ડ, ટર્ફ વિકેટો, ડ્રેસિંગરૂમનું ઈન્ફ્રાસ્ટ્રકરાર, અને ગ્રાઉન્ડની અન્ય ફેસિલિટીને વખાણી રહ્યાં છે. ખેલાડીઓને તમામ પ્રકારની ફેસેલીટી સમયસર અને આંતરરાષ્ટ્રીય સ્તરની આપવામાં આવી રહી છે. સ્ટેડિયમના મેનેજમેન્ટ કમિટી દ્વારા પણ નાનામાં નાની વાતનું ધ્યાન રાખીને તમામ ખેલાડીઓને યોગ્ય સુવિધા મળી રહે તેના માટેનું જીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. હોટેલથી લઈને ક્રિકેટ સ્ટેડિયમમાં આવવા સુધીની તથા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પણ તમામ પ્રકારની સવલતો આપવામાં આવી રહી છે. જેનાથી ખેલાડીઓ પણ ખુશ છે. સુરત શહેરને મળેલી આ તકનો ભરપૂર લાભ આયોજક કમિટી ઉઠાવી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારની સેવાને કારણે ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિધા આપવા માટેનું સ્થાન સુરત શહેર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *