છોટાઉદેપુર
રાજય કાનૂની સેવા સત્તા મંડળ,હાઇકોર્ટ,અમદાવાદના ઉપક્રમેજિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા તા. ૧૨/૩/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે આવવેલ તમામ અદાલતો માં મેગા લોકઅદાલતનું કરવામા આવેલ છે.સદર લોકઅદાલતોમાં કેસ દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવમા આવનાર છે. જેમાં ફોજદારી સમાધાન લાયક, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરને લગતા ,લગ્ન વિષયક ,મજૂર અદાલતના ,જમીન સંપાદનને લગતા અને ઇલેક્ટ્રીસીટી અને પાણીના બિલો ,રેવન્યુ તેમજ દિવાની પ્રકારના સમાધાન લાયક કેસો હાથ પર લેવામા આવનાર છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ઇ/ચા ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. બી.ડી.પટેલ દ્વારા પક્ષકારોને અનૂરોધ કરવામા આવે છે કે લોક અદાલતમાં તેઓના કેસ મૂકી નિર્ણિત કરવામા આવે તો બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ થાય છે. કોઇનો વિજય નહિ તેમજ કોઇનો પરાજય નહિ તેવી પરિસ્થિતિ ઉદભવે છે.તે કારણસર પક્ષકારો વિવાદમુક્ત બને છે. પક્ષકારોની સમજણ અને સમજૂતીથી કેસનો નિકાલ થયેલ હોવાથી આથી અપીલ થતી નથી.જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.જેથી તા.૧૨/૩/૨૦૨૨ના રોજ યોજાનાર લોકઅદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અને જે પક્ષકારો પોતાના કેસ આગામી લોકઅદાલતમાં મુકવા માંગતા હોઇ તેઓના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરવો. તેઓના કેસ લોકઅદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. લોકઅદાલતને સફળ બનાવવા શ્રી. આર.પી. દેવેન્દ્ર ફુલ ટાઇમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા અનુરોધ કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
