ગીરગઢડાના જરગલી ગામની મધ્યમાં સ્વામી મંદિર પાસે આવેલ ગોદરા પાસે વન્યપ્રાણી અવાર નવાર આવીને પશુના મારણ કરી મિજબાની માણતા હોય તેમ ગત રાત્રીના આજ વિસ્તારમાં સિંહ પરીવારે વાછરડા પર હુમલો કરી મારણ કરેલ અને મારણની મિજબાની માણી ચાલ્યા ગયેલ હોય આથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. વનવિભાગ દ્રારા આ વન્યપ્રાણીને દૂર ખદેડવા માંગણી ઉઠવા પામેલ.
