શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેણી, તથા કલાકુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સુરત ના મુખ્ય કોઠારી સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી નો તા ૧૩-૩-૨૦૨૨ નાં ૬૩ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં શ્રી સ્વામિનારાયણ મિસન લસકાણા સુરત ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુજ સુરત, શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર મંદિરનાં પટાંગણમાં સ્ક્રીન પર અને સદવિધ્યા ચેનલ તેમજ ગાદી સ્થાન જેતપુર યુ ટ્યુબ પર, ગુણાતીત ૧૦૦૮ યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ થશે.
પરમ પૂજય સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા અનેક ગામોમાં મંદિરો બંધાવ્યા છે અને અનેક યુવાનો ને વ્યશન છોડાવ્યા છે અને અનેક યુવાનો ને માર્ગદર્શન આપી રહ્યા છે. પૂજય સ્વામીનાં સંત મંડળ પણ સ્વામી ની આજ્ઞા અનુસાર ગામડે ગામડે વિચરણ કરી રહ્યા છે અને વ્યશન મુકિત અને સત્સંગ નું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરતના આસપાસ ના ગામડા માં અને જેતપુર આસપાસના ગામડા તેમજ પોરબંદર,પાલખડા, રાણપર, જામનગર, જામજોધપુર, શેઠવડાળા, આદીક ગામો અને શહેરોમાં પુજય ગુરૂજી અને સંતો દ્વારા વિચરણ થઈ રહ્યું છે. પુ શ્રી સ્વામી નો લક્ષ્ય એકજ છે જે દરેક સમાજના યુવકો યુવતીઓ નિર વ્યશની અને શિક્ષીત બને અને ખાસ કરીને નિષ્ઠાવાન અને ઈમાનદારીની ખુમારી વાળા બને
આવા અનેક સમાજ લક્ષી કાર્ય પુ સ્વામી નાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલે છે અને એમનાં દરેક મંદિરોમાં બાળ સભા, યુવાનો ની સભા, જનરલ ( નાનામોટા લેડીસ જેન્સ) સભા અને સંતો ની જેમ ત્યાગી બહેનો પણ બહેનો માટે અલગ અલગ યુવતી સભા અને બહેનોની સભા, ના આયોજન કરતા હોય છે જેમાં માત્ર યુવતીઓ અને મહિલાઓ માટે ની અલગ અલગ સભાઓ કરવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
જે ત્યાગી બહેનો શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર કલાકુંજ સુરત અને શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર ગાદી સ્થાન જેતપુર દ્વારા માત્ર યુવતીઓ અને મહિલાઓ માટે ની સભાઓ કરવામાં આવે છે.
હરેશ ભાલીયા જેતપુર


