વેરાવળ ના ડારી ટોલ નાકા પર સ્થાનિક વિસ કિલોમીટર ની ત્રીજીયા માં આવતા લોકો પાસે થી બિન કાયદેસર ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે .તે બાબતે નારાજ થઈ સ્થાનિક લોકોએ આજે ટોલ નાકા થી વેરાવળ ડેપ્યુટી કલેક્ટર અને ઇણાજ જિલ્લા કલેક્ટર ઓફીસ સુધી બાઇક અને કાર રેલી યોજી હતી
આ રેલી માં સો થી વધારે કાર અને સો થી વધારે બાઇક જોડાઈ હતી
આમ તો ભારત દેશ માં ટોલ નાકા ના પાસિંગ ના નિયમ ને આધારે જોઈએ તો કાયદા 23/3 મુજબ સ્થાનિક લોકો ના ફોરવીલ ને ફ્રી જવા દેવામાં આવે છે આ નિયમ ટોલ નાકા ના એગ્રીમેન્ટ માં ઉલ્લેખ કરેલો છે
છતાં ડારી ટોલ નાકા પર સો ટકા ટેક્ષ લેવામાં આવે છે
બીજું કે ગીર સોમનાથ જિલ્લા ના કોમર્શીયલ વાહનો માટે
50% ટેક્ષ ભરવાનો હોય છે તેને બદલે ડારી ટોલ નાકા પર GPC કંપની દ્વારા આખા જિલ્લા ના તમામ કોમર્શિયલ વાહનો પાસેથી 100% ટેક્ષ લેવામાં આવે છે
ટોલ નાકા ની 20 કિમી ત્રીજીયા માં આવતા ખેડુતો ને વારંવાર માલ લઈ ને નીકળવાનું હોવા છતાં આ ખેડૂતો પાસે ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે એટલું જ નહીં પણ પણ આ ટોલ ટેક્ષ પર ગુંડાગર્દી અને અને હિટલર શાહી થી પણ ટેક્સ ઉઘરાવવામાં આવે છે
આ ટોલ નાકા પર ઘણી એજન્સીઓ આવેલી અને સ્થાનિકો માટે ટોલ માફ પણ હતો પણ , છેલ્લા પંદરેક દિવસ થી જે એજન્સી આવી છે તે જબરજસ્તી થી અને ગુંડાઓ ને રાખી ટોલ ઉઘરાવે છે
આ ગેરનીતિ ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્ષ વિરુદ્ધ માં જોકે ઘણા દિવસ થી ઉપવાસ આંદોલન પણ ચાલુ જ છે અને સ્થાનિકો એ કહ્યું કે યોગ્ય અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે
બાઈટ –
જગમાલ વાળા
સામાજિક કાર્યકર્તા સોમનાથ


