સુરત
દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ફ્રીમાં લોહી આપવાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવી રહ્યું છે. કિરણ હોસ્પિટલ દર્દીઓના દર્દને હળવું કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પણ હાલ સુરતમાં લોહીની અછત વચ્ચે દર્દીઓ અને એમના સગાઓની લથડતી પરિસ્થિતિને લઈ દાત્તાઓને મથુર ભાઈએ અપીલ કરીને કહ્યું છે કે, કિરણ હોસ્પિટલમાં ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ રક્તદાન કરાઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઇશ્વરે આપેલા મહામૂલ્ય જીવનમાં માનવતાના મૂલ્યોને ટકાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં માનવીઓ પ્રયાસો કરી રહ્યા છે. એમાનુ એક ક્ષેત્ર છે બ્લડ ડોનેશન માનવીની જીવનયાત્રામાં ગંભીર બીમારી આવે ત્યારે જીવન બચાવવા માટે બ્લડની જરૂર પડતી હોય છે. ત્યારે એકબીજાને જાણતા ન હોવા છતા માણસ નાત-જાતના ભેદભાવ વગર બ્લડ ડોનેટ કરે છે. તેથી તેમને આપેલ આ યોગદાનને માનવ મૂલ્યોમાં મુગટ કહી શકાય છે. માનવ સમાજમાં લોકો માટે રક્તદાન કરનારની સંખ્યા ખૂબ વિશાળ છે. આવા રક્તદાતાઓના માનમાં કિરણ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા વિના મૂલ્યે બ્લડ આપવાનું શરૂ કર્યુ છે. સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં દાખલ હોય એવા દર્દીઓને બ્લડની જરૂરયાત ઉભી થઇ હોય તેવા તમામ દર્દીઓને કોઇપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે કાયમી ૨૪ કલાક બ્લડ મળી રહે તેવું કિરણ હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેથી રોજે ૩૦૦થી વધારે બોટલની જરૂરિયાત ઉભી થશે. માટે સુરતના વારંવાર રકતદાન કરતા હજારો રકતદાતાઓને અપીલ કરૂ છું કે, સવારે ૯થી સાંજે ૬ કલાક દરમિયાન આપના અમૂલ્ય રકતનું દાન કિરણ હોસ્પિટલની બ્લડ બેન્કમાં આપીને સહયોગી બનશો.


