ભુજ
ભુજ શહેરની મધ્યમાં આવેલા હમીરસર તળાવમાંથી શહેરના જેસ્ટાનગર ખાતે રહેતા ૩૮ વર્ષીય જીગ્નેશ કનૈયાલાલ ભાનુશાલીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરેથી નીકળેલા યુવકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ હાલ સામે આવ્યું છે. જાે કે હતભાગી યુવકના મૃત્યુનું કારણ શોધવા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પાણીની સપાટી પર તરી રહેલા મૃતકના દેહને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. ભુજ એ ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જેસ્ટાનગર ખાતે રહેતો જીગ્નેશ ભાનુશાલી ઘરેથી ગુમ હતો. જેનો મૃતદેહ હમીરસર તળવમાંથી મળી આવ્યો હતો. ફાયર વિભાગની બચાવ ટીમ દ્વારા તેની લાશને બહાર લાવી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈ કમલ ભાનુશાળીની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


