Gujarat

ભરૂચમાં ૫.૩૮ લાખના મુદ્દામાલ સાથે ૨ ઈસ્મોની ધરપકડ કરતી એલસીબી

ભરૂચ
મૂળ હાંસોટનો અને હાલ અંકલેશ્વરની એશિયાડ નગર ખાતે રહેતો તલહા ઉર્ફે બાબુ મુજમીલ શેખ અને અમન શફી ઉર્ફે પપ્પુ ખોખર સ્વિફ્ટ કાર નંબર-જી.જે.૦૬.પી.જી.૯૨૭૭માં મારક હથિયારો સાથે ભરૂચ સબજેલ પાસે ફરી રહ્યા છે તેવી બાતમી ભરૂચ એલસીબીને મળી હતી. બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી, દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારમાં સવાર બંને ઇસમોની તપાસ કરતાં તેઓ પાસેથી રામપુરી ચપ્પુ અને છરો તેમજ બે મોબાઈલ સહિત કાર મળી કુલ ૫.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તલહા ઉર્ફે બાબુ મુજમીલ શેખ અને અમન શફી ઉર્ફે પપ્પુ ખોખરની ધરપકડ કરી તેમને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો તલહા ઉર્ફે બાબુ મુજમીલ શેખ બી ડિવિઝન પોલીસ મથકમાં અપશબ્દો અને ધમકી આપવાના ગુનામાં બે માસથી વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ સબજેલ પાસેથી વોન્ટેડ આરોપી સહિત બે ઇસમોને મારક હથિયારો ઝડપ્યા હતા. જેમાં પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *