વડોદરા
હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં નજીક હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરતી ૨ બાંગ્લાદેશી સહિત ૩ યુવતીઓ નકલી આધારકાર્ડ સાથે ઝડપાઈ હતી. યુવતીઓને બંગાળથી વડોદરા લાવનાર શખ્સને વડોદરા પોલીસે ઝડપી લીધો હતો. રેલવે પોલીસ અનુસાર ૧૧ માર્ચે સુરત સ્ટેશનથી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના જવાનોએ તપાસ કરતાં ૩ યુવતીઓ શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે બાંગ્લાદેશથી આવ્યાં છીએ. આરપીએફ સ્ટાફે તેમની પાસે પાસપોર્ટ અને વિઝા માગતાં ત્રણેવ યુવતીઓએ ભરૂચનું આધારકાર્ડ બતાવ્યું હતું. ત્રણેવ યુવતીઓ અને તેમની સાથેનો શખ્સ ભરૂચ ઊતરવાનાં હતાં. આરપીએફે તેમને વડોદરા લાવી રેલવે પોલીસને સોંપ્યાં હતાં.પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલાં શખ્સો યુવતીઓના આધારકાર્ડ ચકાસતાં એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવી હતી. તપાસમાં બધાં આધારકાર્ડ નકલી મળ્યા હતાં. આધારકાર્ડ મામુ નામના વ્યક્તિ પાસે બનાવ્યાં હોવાની કબૂલાત નાજમુલે કરી હતી. આરોપીઓ પાસેથી બનાવટી ૩ આધારકાર્ડ, ૬ મોબાઇલ, રોકડ, એટીએમ કાર્ડ કબજે કરી નાજમુલ વિરુદ્ધ ઇપીકો ૩૬૫, ૧૧૪ મુજબ ગુનો નોંધી એએસઆઈ નંદાબેને તપાસ હાથ ધરી છે. પીએસઆઈ ડી.એમ. લબાનાએ જણાવ્યું કે, આરોપીના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે. જ્યારે યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. બંગાળના મામુએ મને અને આ ત્રણેવ યુવતીઓને હાવડા એક્સપ્રેસમાં બેસાડ્યાં હતાં. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રાજુ નામના શખ્સને આ યુવતીઓ સોંપી દેવાની હતી. જાેકે મને રાજુનો મોબાઈલ નંબર આપ્યો ન હતો. પોપી બેગમ ઉર્ફે ફરજાના બાંગ્લાદેશની યુવતી છે. તે એક વર્ષ પહેલાં ગુજરાત આવી હતી. તે મુંબઇ અને રાજકોટમાં રોકાઈ હતી. રેલવે પોલીસ મુંબઇ અને રાજકોટમાં પોપીબેગમ ક્યાં રોકાઈ હતી તેની પણ તપાસ કરશે.
