શહેરા
શહેરા તાલુકાના એક ગામમાં બીજા રાજયના માણસો ઠેકેદાર થકી પરિવારનું ગુજરાન ચાલે તે આશયથી આવતા હોય છે. ૪ વર્ષીય બાળકી રડતી રડતી આવતા તેને તેની માતાએ રડવાનું કારણ પૂછ્યું તો જણાવ્યું કે સગો પિતરાઈ ભાઈ ફિલ્મ દેખાડવાના બહાને તેને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું છે. આથી તેણીના ગુપ્તભાગે જાેતા રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આથી પાછળ પિતરાઈ ભાઈ આવતા તેને પૂછતાં તેણી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. પણ પડી જાય તો બીજે પણ ઈજાઓ થાય. આ બાબતે ૧૬ વર્ષીય સગીરની માતાને પણ જાણ કરી હતી. ત્યારે ૫ માસ પહેલા બે સગા ભાઈઓનું કુટુંબ પણ આ ગામમાં આવ્યું હતું. ૮ માર્ચના ૪ વર્ષીય બાળકી તેમજ તેના ભાઈ બહેન રમતા હતા. અને તેમના માં બાપ મજૂરી કરી રહ્યા હતા. ત્યારે તેણીનો સગો ૧૬ વર્ષીય પિતરાઈ ભાઈ ત્યાં આવી તેને મોબાઈલમાં ફિલ્મ બતાવું એમ કહી એને ઊંચકી તેઓની ખોલી (ઝૂંપડી) પાછળ આવેલી ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. રાત્રીના તેઓના ઠેકેદારને મળવા જતા તેઓ હાજર નહતા આથી બીજા દિવસે ઠેકેદારને મળી સમગ્ર ઘટનાથી વાકેફ કતા ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. ૪ વર્ષીય બાળકીને લઈ તેની માતા શહેરા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધી સગીરને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી છે.


