Gujarat

ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટ
ગોંડલ માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી વેપારીઓ ધાણાની ખરીદી કરવા આવતા હોય છે. આથી ખેડૂતોને પણ સારા ભાવ મળે છે, આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોએ ધાણાનું વાવેતર કર્યું હતું. આથી આ વર્ષે ધાણાનું મબલખ ઉત્પાદન પણ થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડ બહાર ૧૫૦૦થી ૨૦૦૦ ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ પાંચ-પાંચ કિલોમીટર લાંબી લાઈન લાગી છે. પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ સહિતના અનેક જિલ્લાના ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પોહોચ્યા હતા. જાેકે ખેડૂતોને રાતભર હાઇવે પર હેરાન થવાનો વારો આવ્યો હતો. આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ ધાણાનો સારો ભાવ મળી રહ્યો છે. આથી ખેડૂતોમાં પણ ખુશી છે. ૨૦ કિલો ધાણાના ભાવ ૧૨૦૦ રૂપિયાથી લઈને ૧૯૦૦ રૂપિયા સુધી મળી રહ્યો છે. આથી ખેડૂતો દૂર દૂરથી ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે.

Plenty-of-coriander-income.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *