Gujarat

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર ટ્રેલર અને ટ્રકનો અકસ્માત થતા એક યુવકનુ મોત

સુરેન્દ્રનગર
હાઈવે પર અવાર-નવાર અકસ્માત થવાના બનાવ બનતા હોય છે હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર અવાર-નવાર અકસ્માત થવાના બનાવ છે. ત્યારે આવો જ એક બનાવ પરોઢિયે હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઇવે ઉપર બન્યો હતો. ધાંગધ્રા તરફથી આવતી ટ્રક ટ્રેલરની પાછળ ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી મૃતકની લાશ હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમની અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. હળવદ ધાંગધ્રાથી માળીયા કચ્છ હાઇવે પર અવાર-નવાર વાહન ચાલકો વાહનો ચલાવીને અકસ્માત થવાના ભૂતકાળમાં અનેક બનાવો બનતા હોય છે અને લોકોના મોત થયાના બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઈવે રોડ પર બન્યો હતો. ધાંગધ્રા તરફથી આવતી ટ્રક અને ભુજ જતા ટ્રેલરની પાછળ ઘૂસી જતા રાજસ્થાનના યુવકનું મોત નિપજ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *