અમદાવાદ
ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપના નેતા આઈ.કે જાડેજા ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ ૨૦૨૧માં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જે બાદ તેમણે યુ.એન મહેતા હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી અને સ્વસ્થ થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી આઇ.કે જાડેજાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઇ. કે. જાડેજાની તબિયત હાલમાં સ્થિર હોવાનો ડોક્ટરોએ મત વ્યક્ત કર્યો છે. જાેકે રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઈ.કે જાડેજાના સરાહનીય કાર્યની પ્રશંસા કરી કાર્યકર્તાઓને તેમાંથી શીખ લેવા જણાવ્યું હતું.


