પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર હાઈવે ઉપર એક બાઈક સવારને ઢોલિયા ગામ નજીક હાઇવે પર પાછળથી આવત ટ્રકના ચાલકે ગફલત ભર્યું વાહન હંકારતા ગતિમાર્યદાનું ભાન ન રાખી વાહન ઉપરનું કાબૂ ગુમાવી આગળ જતાં બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. અમીરગઢના ઢોલિયા ગામ પાસે બાઈક ઉપર જતા બાઈક સવારને પાછળથી ટ્રક ચાલકે અડફેટે લેતાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. એક વ્યક્તિ પર ટ્રકનું ટાયર ફરી વળ્યુ હતું અને અન્ય રોડ પર પટકાતા સખત માર લગતા બંનેનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અમીરગઢ પોલીસે બંનેની લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી અકસ્માતનો ગુનો નોંધી ભાગી ગયેલા અજાણ્યાં વાહનની તપાસ આરંભી છે.


