Gujarat

ભુજના લેર ગામમાં પાણીની પાઈપ લાઈન તૂટતા પાણી બરબાદ થયું

ભુજ
પાઈપ લાઈન તૂટતા પાણી બરબાદ થતા હોય છે પણ આવી એક ઘટના ભુજથી ૧૫ કિલોમીટર દૂર આવેલા લેર ગામ તરફ જતી પાણીની પાઈપ લાઈનમાં કોઈ કારણોસર ભંગાળ સર્જાયું હતું. જેના કારણે ઉનાળાની ઋતુમાં મહામુલું અનેક લીટર પાણી વેડફાઈ ગયું હતું. જાેકે, ત્યાથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોનું આ પ્રત્યે ધ્યાન જતા તાત્કાલિક કુકમાં ગ્રામ પંચાયતમાં જાણ કરી હતી. જેથી પંચાયતના જવાબદારો દ્વારા તાકીદે ઘટનાસ્થળે પહોંચી તૂટેલી પાઈપ લાઈનનું સમારકામ શરૂ કરાવ્યું હતું. જાેકે, આ સમય દરમિયાન પીવાના પાણીનો વોકળામાં ધોધ વહી નીકળ્યો હતો અને પાણીનો વ્યાપકપણે વેડફાટ પણ થયો હતો. લેર તરફ જતી પાણીની પાઇપ લાઈનમાંથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યાનું જાણમાં આવતા જ સ્થાનિક પંચાયત સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ સર્જાયેલા ભંગાળને પુરવા જેસીબી મશીનની મદદ વડે સમારકામ શરૂ કરાવવામાં આવ્યું હતું. સમયસરની કામગીરીથી વધુ પાણી વહેતુ અટકાવી પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *