Gujarat

દેવગઢ બારિયા તાલુકાના ટીડકી ગામના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દાહોદ
દેવગઢબારિયા પોલીસે વધુ સારું કામ કર્યું છે એક બાતમી આધારે દારૂ નો જથ્થો પકડી દીધો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ટીડકી ગામે પોલીસે દરોડો પાડયો હતો. આ તપાસમાં એક ખેતરમાંથી પોલીસે કુલ રૂપિયા ૧,૪૧,૧૨૦નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે પોલીસને જાેઈ બુટલેગર નાસી જવામાં સફળ થયો હતો. દેવગઢબારિયા પોલીસે બાતમીના આધારે ટીડકી ગામે રહેતા નવલસિંહ ધનાભાઈ બારીયાના ખેતરમાં રેડ પાડી હતી. પોલીસને જાેઈ નવલસિંહ નાસી જવામાં સફળ રહ્યો હતો. જાેકે, પોલીસે ખેતરની નજીકમાં ખાડામાંથી વિદેશી દારુ તેમજ બીયરની કુલ બોટલો નંગ. ૧૧૫૨ કિંમત રૂપિયા ૧,૪૧,૧૨૦ના જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ દેવગઢબારિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

1.41-lakh-worth-of-liquor-sped-up.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *