મજૂરીકામ મેળવવા આવ્યા પછી કોઈ માનસિક બિમારીથી આત્મહત્યાનું પગલું ભરી લીધું
જેતપુરના બોરડી સમઢિયાળા નજીકના વાડી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક યુવાને ઝાડ નીચે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીના અંત લાવી દીધો છે. મજૂરી કામ મેળવવા માટે તેના વતનથી જેતપુરના બોરડી સમઢિયાળા આવ્યો હતો,પરતું માનસિક બીમારીના કારણે ગળાફાંસો દ્વારા આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે બોરડી સમઢિયાળા ગામના ખેડૂત પરશોતમભાઈ હીરજીભાઈ વેકરીયા ની વાડીમાં રહેતા મૂળ તાલવે,નદુરાબાદ, મહારાષ્ટ્ર વતની દિનેશ કૃષ્ણભાઇ ઠાકરે નામના 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને વાડીમાં આવેલ ઝાડ નીચે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે ખેડૂત માલિકે પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન માનસિક બીમારીથી કંટાળી આખરે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
હરેશ ભાલીયા જેતપુર


