Gujarat

ગીર સોમનાથ : માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો-કીટ્સ મેળવવાની તક માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે તા.૧૫મી મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગિરગઢડા
ભરત ગંગદેવ.
 રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો-કીટ્સ મેળવવા માટે તા.૧૫-૫-૨૦૨૨ સુધીમા્ં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે https://e-kutir.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. આ માટે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
આ યોજનાના નક્કી કરાયેલા માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછુ હોવી જોઈએ, અરજદારની ઉંમર જાહેરતની તા.૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના સભ્યોએ આ પ્રકારની સરકાર  ની યોજનાના લાભ મેળવેલ ન હોવો જોઈએ એટલે કે, આ યોજનાનો લાભ એકવાર જ મળવા પાત્ર છે.  આ યોજના સંદર્ભે વધુ માહિતી માટે ઉપરોક્ત વેબસાઈટ અને જિલ્લા સેવા સદન ખાતેના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગીર સોમનાથનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *