Gujarat

 મીનાવાડા શાળાના નિવૃત્ત થતા સેવક નો વિદાય સમારંભ યોજાયો  

નિસાર શેખ,મહુધા
મીનાવાડાની આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે શાળાના નિવૃત્ત થતા સેવક નો વિદાય સમારંભ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ તેમજ વ્યસન મુક્તિ સંદર્ભે રામભાઈ પટેલનુ પ્રવચન ગોઠવવામા આવ્યુ હતુ આ પ્રસંગે સોમનાથ કેળવણી મંડળના પ્રમુખ મનહરકુવરબા અમરસિહજી વાઘેલા, ગામના માજી સરપંચ સામંતસિહ સોઢા, અન્ય ભૂતપૂર્વ સરપંચશ્રીઓ તથા હાલના સરપંચ તથા અન્ય નાગરિકો તેમજ વાલીઓ એ હાજર રહીને શાળા પરિવારને પ્રેરણા-પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ સૌ સ્ટાફ મિત્રોના સહકારથી  શાળાના આચાર્ય  દિનેશભાઈ રાણાએ સમગ્ર સમારંભ નુ સંચાલન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

IMG-20220316-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *