Gujarat

વલસાડમાંથી ૨.૦૭ લાખના દારૂ સાથે ૧ની ધરપકડ કરતી એલસીબી

વલસાડ
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બૂટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખી તથા બાતમીદારોની મદદથી બુટલેગરોને પકડી પાડવામાં આવે છે. આજ રોજ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સંઘ પ્રદેશ દમણથી ઇનોવા કારમાં મોટી સંખ્યામાં દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે. જેને લઈને એલસીબીની ટીમે ધરમપુર ચોકડી ઉપર બતમીવાળી કારની વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવતા એલસીબીની ટીમે કારને ઉભી રાખવાનો ઈસારો કરતા કાર ચાલકે કારને ધરમપુર તરફ હંકારી મૂકી હતી. જેથી કારનો એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી કારને કાપરિયા ગામ નજીકથી ઝડપી પાડી હતી. પોલીસની ટીમે કારમાંથી ૧૪૦૪ બોટલ જેની કિંમત રૂ.૨.૦૭ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર ઉપર લગાવવામાં આવેલા નંબર જીજે-૧૫-સીજે-૫૭૫૩ ખોટી નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું હતું. તો પોલીસને કારમાંથી કારની ઓરિઝનલ નંબર પ્લેટ જીજે-૨૧-સીએ-૭૨૮૨ મળી આવી હતી. એલસીબીની ટીમે કાર ચાલકની ધરપકડ કરી ૧૭.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરાવનારા અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તાપસ હાથ ધરી છે.વલસાડ એલસીબીની ટીમે કાપરિયા પાસે કારમાંથી ૨.૦૭ લાખના દારૂના જથ્થા સાથે ૧ આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ ૨ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે બાતમી વાળી કારને પોલીસે અટકાવતા બુટલેગરોએ દારૂ ભરેલી કાર ધરમપુર તરફ હંકારી મૂકી હતી. જેથી વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને કાપરિયા પાસેથી કારને અટકાવી ચેક કરતા કારમાંથી ૨.૦૭ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે કારના ચાલકને ઝડપી કુલ ૧૭.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Accelerated-one-with-a-quantity-of-liquor-of-2.07-lakhs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *