સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળે હવે સાવરકુંડલા શહેરનાં પણ સીમાડા ઓળંગીને જાફરાબાદ ખાતે આવેલ સરકારી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગ્રાહક જાગૃતિ અભિયાનનાં સંદર્ભમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ ચેતનભાઈ શિયાળ, શહેરના ગણમાન્ય પત્રકાર મિત્રો ગ્રાહક સુરક્ષા સંબંધિત કામગીરી કરતાં બાલકૃષ્ણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સરકારી કોલેજમાં લગભગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની બેલેન્સ સંખ્યા વચ્ચે કોલેજના આચાર્ય શીલુ સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો. ત્યારબાદ શાળાનાં સ્ટાફ અને સ્ટુડન્ટસ દ્વારા ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રતિનિધિઓનું સ્વાગત પુષ્પગુચ્છ અર્પણ કરીને ખૂબ જ ભાવથી સ્વાગત કરવામાં આવ્યું.
આ સેમિનારનાં પ્રારંભમા ગ્રાહક સુરક્ષા મંડળના આકાશભાઈ કારેલીયાએ ઉપસ્થિત તમામને ગ્રાહક સુરક્ષા અને કોમર્સ ઈ ટ્રેડિંગ વિશે રાખવી પડતી સાવધાની વિશે વિશદ સમજ આપી હતી. ત્યારબાદ સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળ સાથે વર્ષોથી સંકળાયેલા બિપીનભાઈ પાંધીએ ગ્રાહક સુરક્ષા સંદર્ભે ઉપસ્થિત તમામને ખૂબ જીણવટભરી માહિતી આપી ગ્રાહક જાગૃતિ લાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળના હર્ષદભાઈ જોશીએ એક સુંદર કાવ્ય રચના દ્વારા ગ્રાહકોએ ખાણીપીણીની ચીજો ખરીદતી વખતે રાખવાની સતર્કતા વિશે ખૂબ હળવી શૈલીમાં પણ સચોટ રીતે માર્ગદર્શન આપ્યું. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ પણ ગ્રાહક સુરક્ષા કાયદાની ઊંડાણથી સમજ આપી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ દ્વારા પણ જીવનમાં હાર કદી ન માનવી અને દ્રઢ મનોબળ અને હિંમતથી જીવનના વિકાસની કેડી કંડારવી. કોઈ પણ કામ નાનું નથી આપણે જે પણ ક્ષેત્રમાં હોયએ ત્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું અને આપણી રસ રૂચિ મુજબ યુવાનોએ તેની કારકિર્દી ઘડવી.. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શિસ્ત અને શાંતિ જાળવી પોતાની કોલેજ એક શિસ્ત અને કેડરબેઝ કોલેજ હોવાની ઈમેજ ઊભી કરી…
