સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
ખાંભા અને સાવરકુંડલા વચ્ચે આવેલ લાપાળા ડુંગર એટલે કે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માટેનુ આશ્રમ સ્થાન ગણાય. આવા પ્રકૃતિનાં ધામ સમા ડુંગરમાં છેલ્લા સાત આઠ કરતાં વધુ સમયથી આગ લાગી છે. અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ ડુંગર આસપાસની વન્ય સંપદાઓ ખાક થવામાં છે. આ ડુંગર પર આશ્રિત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું આશ્રય સ્થાન હવે વિલુપ્ત થવામાં છે. જોકે વન્ય વિભાગનાં કર્મચારીઓ સ્થળ પર આગ બુઝાવવાની કોશિશ કરે છે પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આ વિકરાળ આગમાં લગભગ વન્ય સંપદાઓ ખાક થવામાં છે. આ સંદર્ભે વન્યપ્રેમીઓમાં ખાસ્સી ચિંતા પ્રસરી જવા પામી છે. વન્ય અધિકારીનાં જણાવવા મુજબ ઉનાળામાં આવી આગ લાગવી એ કુદરતી હોય શકે.. વિશેષ તો આગનું કારણ જે હોય તે પરંતુ હાલ આ આગમાં આખો ડુંગર વિસ્તાર ભડ ભડ બળતો જોવા મળે છે. જો કે આ આગ એટલી વિકરાળ છે કે વનવિભાગ આ આગ બુઝાવવા સક્ષમ નથી.. પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરતાં પર્યાવરણ પ્રેમીઓ પણ આ આગના સમાચાર સાંભળીને ખૂબ વ્યગ્ર દેખાવ છે.


