Gujarat

રાજકોટમાં ૪ કરોડના વધારા સાથે ૨૬.૮૪ કરોડનું બજેટ રજૂ કરાયું

રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષના બજેટમાં વધારો કરી આ વર્ષે ૨૬૮૪.૯૬ લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજના બજેટમાં જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન કરવામાં આવેલા સૂચન ધ્યાનમાં લઇ બજેટમાં તમામ વાતને આવરી લેવામાં આવી છે. સાથે જ સિંચાઈ માટે ૨ કરોડ ૮૬ લાખનું અલગથી જાેગવાઇ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષનેતા અર્જુન ખાટરીયાએ આજના આ બજેટને વખોડી કાઢી આંકડાની માયાઝાળ ગણાવી હતી. વિરોધ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ માટે બજેટમાં ગત વર્ષ કરતા ૨૦ લાખનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ગત વર્ષે ૧ કરોડ ને ૧૭ લાખની ફાળવણી કરવામાં આવી હતી જે આ વર્ષે ઘટાડી ને ૯૭ લાખ કરવામાં આવી છે. સાથે જ ખેતીવાડી અને પશુપાલન વિભાગમાં કરવામાં આવેલ બજેટની ફાળવણી ઓછી છે જે વધારવા માટે સૂચન કરવામાં આવ્યું જાે કે તેને સાંભળવામાં આવ્યા ન હતા. સિંચાઇ વિભાગ માટે ૨.૮૬ કરોડની અલગથી ફાળવણી કરવામાં આવી પરંતુ સિંચાઈ વિભાગમાં પૂરતો સ્ટાફ ન હોવાથી બજેટ ફાળવવું યોગ્ય ન હોવાનું વિપક્ષનેતાએ જણાવ્યું હતું. સાથે જ હાલમાં રાજકોટ જિલ્લામાં ૭૦% સ્ટાફની અછત છે, અવારનવાર રજુઆત કરવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવી નથી અને બજેટમાં ફાળવણી કરી પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ સાથે વિપક્ષના બદલે શાસકપક્ષ વોકઆઉટ કર્યાનો અમને આનંદ હોવાનું વિપક્ષ નેતાએ જણાવ્યું હતું.રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે જિલ્લા પંચાયત દ્વારા કુલ ૨૬૮૪.૯૬ લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે પાછલા વર્ષે ૨૨૮૩.૫૫ લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગુજરાત મુલાકાત દરમિયાન કરેલા મનરેગા યોજના પ્રોત્સાહન સહિતના ૭ સૂચનોને આવરી લઇ બજેટમાં મહિલા સશક્તિકરણ, કુપોષણ મુક્ત અભિયાન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન તેમજ ગામડામાં વાઈ-ફાઈ સુવિધા પૂરી પાડવા આયોજન કરવામાં આવ્યું છે. જાેકે વિપક્ષના સવાલથી શાસક પક્ષે વોકઆઉટ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *