Gujarat

ગિરગઢડા તાલુકા પંચાયત માં ભાજપ ના એક આગેવાન દ્વારા અસંનતોષ નો ઉકલતો શૂર..  

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ગિરગઢડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વચેટયા મારફત તાલુકા પંચાયત સેવા સદન માં લોકોના કામ થતા હોવાની સરસા યે વેગપકડ્યું થોડા દિવસ પહેલા ગિરસોમનાથ જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ ના  પતિ યે ગિરગઢડા મુકામે તાલુકા પંચાયત કચેરીમાં આગેવાનો સાથે આવી ટી.ડી.ઓ ચેમ્બર માં જય ત્યાં અધિકારી અને પદાધિકારીઓ સાથે સરસાઓનો દોર ચાલું હતો ત્યારે ગિરગઢડા તાલુકાના એક આગેવાને જણાવેલ કે તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ નાજ અમુક લોકો દ્વારા વચેટીયા ની ભૂમિકા ભજવવામાં આવી રહી છે. તો આ આગેવાને કોના તરફ ઈશારો કર્યો તે અત્યારે ગિરગઢડા તાલુકામાં ટોપ ધ ટેન ચર્સ નો વિષય બની ગયો છે. વાત અહીંયાંથી અટકતી નથી ત્યારે વળતા જવાબમાં જિલ્લા પંચાયત ના પ્રમુખના પ્રતિનિધિ એ જણાવેલ કે ગિરગઢડા તાલુકામાં સારા અને  પ્રામાણિક અધિકારી ઓ આવા ત્યાર નથી..? તો શું સમજવું ગિરગઢડા ની જનતા યે ?  હજિતો ગિરગઢડા તાલુકો બન્યો તેમને (૬ )વર્ષ જેવો જ સમય થયો છે અને આટલા ટૂંકા સમયમાં ચાર્જ/ ઇન્ચાર્જ થઈ 46.જેટલા ટી.ડી.ઓ.આવ્યા અને ગયા આટલા થોડા સમય ની અંદર એટલા બધા ટી.ડી.ઓ આવ્યા ને ગયા તે જોયે તો કદાસ ગુજરાત રાજ્ય માં નવરચિત ગિરગઢડા તાલુકાનો પ્રથમ નંબર આવે તો નવાઈ નહીં.? શું આ પરિસ્થિતિ માં ગિરગઢડા તાલુકામાં વિકાસ ની ગાથા કેટલી વેગવન્તિ હોય તે ખયાલ પહેલીજ નજરે આવી જાય છે. કોણ શે ? આવા લોકો કે પક્ષ માં રહી ને પક્ષ ની ધોરખોદવાનું કામ કરેશે.? શું સત્તાધારી પક્ષ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. કે પછી આ કામ પણ વિરોધ પક્ષે કરવાનું રેહશે. એના ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે. ભષ્ટાચારે માજા મૂકી છે. જો તટસ્થ તપાસ થાય તો લાખોમાં નય કરોડોમાં આંકડા સામે આવે. તેવું દેખાય રહ્યું છે હવેતો સમયજ દેખાડશે ગિરગઢડા ની ભોળી જનતાને કે જિલ્લામાં બેઠેલા સત્તાધીશો શું કરે છે ? અધિકારી ઓ શું કરે ? કે પછી કોઈ મગનું નામ મરી નય પાડે… એતો સમયજ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *