ગિરગઢડા
ભરત ગંગદેવ…
ભારત દેશ માટે અંગ્રેજો સામે ની આઝાદી ની લડત માં હસ્તે મોઢે શહીદી વ્હોરનારા દેશ ના સપૂતો ભગતસિંહજી.સુખદેવજી. અને રાજગુરુ ની યાદમાં તા 23.માર્ચ ના દિવસે ઉજવતા શહિદ દિને ખાંભા ના યુવા અને પ્રગતિશીલ સરપંચ રીનાબેન ખુમાણે ખાંભાના બે ચોક ના નામ કરણ શહીદોના નામે કરી ખરા અર્થમાં શહીદી દિન ઉજવાયો.
ખાંભાના સરપંચ રીનાબેન ખુમાણે ખાંભા સ્ટેટ હાઇવે ઉપર આવેલા બે ચોક પયકી ખાંભા નાગેશ્રી. રાજુલા ચોકડી નું નામ શહીદ ભગતસિંહ ચોક નું નામકરણ શાસ્ત્રોક્ત વિધિ કરી શ્રી ફળ વધારી કરવામાં આવ્યું હતું. તેમજ ખાંભા નાગેશ્રી. પીપળવા રોડ ઉપરની ચોકડી અને પિકપ બસ સ્ટેન્ડ ચોકનું નામ શહીદ ચંદ્રશેખર આઝાદ ચોક તરીકે શહિદો ના ફોટા ઓનું પૂજન કરી નામ કરણ કરવામાં આવ્યું હતું હાલ બન્ને ચોક ઉપર શહિદો ની તસ્વીર ઉપર નામ લખી ચોકમાં તસ્વીરો લગાડી નામકરણ કરાયા બાદ આવતા દિવસોમાં આ બન્ને ચોકમાં શહીદો ના સ્ટેસ્યું મુકવાનું આયોજન કરવામાં આવશે.
વાદ નહિ વિવાદ નહિ વિકાસ સીવાય વાત નહિ સ્લેગને સાર્થક કરાતું હોય તેમ પક્ષા પક્ષી વગર બન્ને મુખ્ય રાજકીય પક્ષોના આગેવાનો બાબાભાઈ ખુમાણ.કૌશિકભાઈ.મહમદભાઈ.અરવિંભાઈ ચાવડા.આનદભટ્ટ ખાંભા ગામ પંચાયત ના તમામ સભ્યો ગામના આગેવાનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.
Attachments area


