ઊનાના સામતેરના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પશુ પાલન ઉદ્યોગમાં વધુ જોડાયેલા હોય છે. ત્યારે સામતેર ગામે આવેલ પશું દવાખાનું જોવામાં આવે તો જર્જરીત હાતલમાં જોવા મળી રહ્યુ છે. સામતેરમાં છેલ્લા ૧ વર્ષથી પશુના ડોક્ટર એકપણ નથી જેના કારણે પશુ માટે દવા તેમજ સારવાર માટે ખાનગી ડોક્ટરોને ના છુટકે બોલાવવા પડે છે. અને તે ખાનગી ડોક્ટરોને વધુ ફિ આપવી પડતી હોવાથી આ વિસ્તાના પશુપાલન ઉદ્યોગ લોકો ભારે મુશ્કેલી વેઠવી પાડે છે. હાલ સિઝનમાં ઋતુ હેરફેરના કારણે નવા રોગો પશુઓમાં ઉદભવતા હોય જેના કારણે આ વિસ્તારના લોકો પોતાના પશુઓ માટે ડોક્ટરની જરૂર પડે છે. ત્યારે ખાનગી ડોક્ટરોને બોલાવી મોધી ફી આપવી પડતી હોય જ્યારે આ પશુ દવાખાના પર નજર કરીએ તો આ દવાખાનું જર્જરીત હાલતમાં ઉભુ હોવા છતાં તંત્રના પેટનું પાણીય હલતુ નથી. જેના લીધે પશુપાલકોને ભારે પરેશાની ભોગવી પડે છે. જેથી આ દવાખાનું તાત્કાલીક શરૂ કરી પશુ ડોક્ટરોની નિમણુંક કરવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


