ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં કરાટે ની સ્પર્ધામાં સુત્રાપાડાની બાળા પ્રથમ નંબરે આવી હતી હાલ રમાઈ રહેલ ખેલ મહાકુંભ અંતર્ગત વેરાવળ મુકામે સરસ્વતી વિધ્યાલય ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં અંડર-૧૪ મા ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ જે.મોરીના સુપુત્રી મોરી શ્રીબેન હરેશભાઈ એ પ્રથમ નંબર મેળવી સમગ્ર સુત્રાપાડા તાલુકાનું નામ રોશન કર્યું.જેવોને કરાટેની ટ્રેનીંગ હરેશભાઈ આર.જાદવ તથા વી.ડી બારડ દ્વારા આપવામાં આવી રહી છે.


